રાજકોટમાં લિફ્ટમાંથી સાતમા માળેથી બહાર નીકળતી વખતે પગ લપસી જતાં વૃદ્ધનું મોત

રાજકોટમાં લિફ્ટમાંથી સાતમા માળેથી બહાર નીકળતી વખતે પગ લપસી જતાં વૃદ્ધનું મોત
રાજકોટમાં લિફ્ટમાંથી સાતમા માળેથી બહાર નીકળતી વખતે પગ લપસી જતાં વૃદ્ધનું મોત
રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે પગ લપસી જતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.150 ફૂટ રિંગ રોડ પર આવેલ ઇસ્કોન ઓબિટો એપાર્ટમેન્ટનો આ બનાવ છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યા લિફ્ટ બંધ થઇ જતા વૃદ્ધ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા આ વેળાએ પગ લપસી જતા તે નીચે પટકાયા હતા અને મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV  સામે આવ્યા છે. તેઓ બહાર નીકળવા માટે કોશિશ કરતા હતા અને બહાર કાઢવાના પ્રયાસમાં લિફ્ટ અને દરવાજા વચ્ચેના ગાળામાંથી તેઓ સરકી ગયા હતા. જેને લઈને સાતમા માળેથી નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જે અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV બહાર આવ્યા છે.

Read About Weather here

આ કેસની વિગત એવી છે કે રાજકોટ શહેરના મવડી 80 ફૂટ રોડ પર આવેલ શ્યામલ ઉપવનની પાછળના ભાગે ઇસ્કોન એમ્બીટો નામનું રેસિડેન્ટલ ટાવર આવેલું છે. જ્યાં રહેતા અને ડીઝલ એન્જિનનું કારખાનું ચલાવતા હરસુખભાઈ નરસિંહભાઈ નામના 65 વર્ષીય વૃદ્ધ આજે સવારે સાતમા માળેથી લિફ્ટ મારફતે નીચે ઉતરતા હતા. આ દરમિયાન વીજ પુરવઠો એકાએક ખોરવાઈ જતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેમાં વૃદ્ધ કારખાનેદાર ફસાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here