રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વનો એવો સાયકલ ટ્રેક ખાસ ખર્ચ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેની પાછળનો આશ્ય સાયકલીંગને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને સાથે-સાથે ખુબ જ કિંમતી એવા બળતણનો પણ બચાવ થાય એ માટે શહેરીજનોની સુવિધા ખાતર મનપાએ અફલાતૂન ટ્રેક તૈયાર કરાવડાવ્યો છે. પરંતુ કમનસીબે આપણા લોકોનીએ માનસિકતા રહી છે કે કોઈપણ જાહેર સુવિધાની વસ્તુને તેનો નકશો બગડી જાય એટલી હદે કુરૂપ કરી નાખવામાં આવે છે. આ ઈતિહાસનું પુનરાવર્તન થયું જ છે અને સાયકલ ટ્રેક શોભાના ગાંઠીયા જેવો બનીને રહી ગયો છે. સવારે નીકળો, બપોરે નીકળો કે પછી સાંજે નીકળો અહીં કોઈ સાયકલ સવારો બિચારા દેખતા જ નથી પણ આ સાયકલ ટ્રેક પરથી ટુ વ્હીલર વાહનો બેફામ દોડાવીને નીકળતા બેજવાબદાર વાહન ચાલકો જરૂરને જરૂર નજરે પડે છે. સાયકલ ટ્રેકને હોન્ડા, એકટીવા લઇને નીકવાનો માર્ગ બનાવી દેવાયો છે. જેના કારણે ટ્રેકને ગંભીર નુકશાન થઇ રહ્યું છે અને તેવી અવદશા થઇ જવા પામી છે. નજરે જોનારા લોકો કહે છે કે, ક્યારેક તો કોઈ મોટર ચાલક પણ બેફામ ગતીથી બાજુનો મોટો રોડ પડતો મુકીને સાયકલ ટ્રેક પરથી કાર ચલાવાની મજા લુટે છે. પરિણામે ટ્રેક પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. સાઈડની નાની પાળી તૂટી ગયેલ દેખાય છે. મહાપાલિકામાં નવા સતાધીશો બિરાજમાન થાય છે. સાયકલ ટ્રેકને વાહનનોના આક્રમણથી બચાવવાના પગલા લેશે એવી શહેરીજનોને આશા છે.
Home GUJARAT