રાજકોટમાં ભાઇબીજના દિવસે જ બહેનના ઘરે જઇ રહેલા ભાઇનું અકસ્માતમાં મોત

49

જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર ગડુ ગામ નજીક બોલેરો પીકઅપએ બાઇકને ટક્કર મારતા કેશોદના પિતા અશોકભાઇ અને પુત્રનું રોહિતનું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં દીકરી હીનાનો બચાવ થયો હતો. આજે ભાઇબીજના દિવસે જ બહેનની નજર સામે ભાઇ અને પિતાનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

કેશોદના અશોકભાઇ માધવજીભાઇ દેવળિયા તેમના પુત્ર રોહિત અને પુત્રી હિનાને બાઇકમાં પાછળ બેસાડી ચોરવાડ તરફ જવા માટે નિકળ્યા હતા. ત્યારે ગડુ નજીક પહોંચતા જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરો પીકઅપ સાથે અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોએ ૧૦૮માં જાણ કરતા એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. તત્કાલ સારવાર અર્થે ચોરવાર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

જેમાં રોહિતનું રસ્તામાં અને અશોકભાઇનું ચોરવાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પુત્રી હિનાનો અકસ્માતમાં બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨ દિવસ પહેલા ગોંડલ ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ નજીક ૨ બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દાદા પૌત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ગોંડલના રામદ્વાર બંગલા પાસે રહેતા હિતેનભાઇ પ્રવિણભાઇ વીરપરીયા અને હંસરાજ વીરપરિયાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૨ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.