રાજકોટમાં ભવ્ય ફરસાણ અને કેપ્ટન એન્ટપ્રાઈઝમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ

66

વેપારીઓને ફટકારાયો ૨ લાખથી વધુનો દંડ

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહૃાાં છે. જે દરમિયાન તંત્રએ ભવ્ય ફરસાણ અને કેપ્ટન એન્ટપ્રાઈઝનામાંથી લીધેલા ગાયના ઘીના સહિત નમૂના ફેલ જતાં વેપારીઓને ૨ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં આવેલ ભવ્ય ફરસાણ નામની પેઢીમાંથી ગાયના શુદ્ધ ઘીનો નમૂનો લઈને લેબમાં મોકલવામાં આવ્યો હતો. જ્યા આ નમૂનો અનસેફ તેમજ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને દૃુકાન માલિક અર્જુન ચેતનદાસ ધનવાણીને ૧ હજારનો દંડ ફટાકારાયો છે. જ્યારે પરાબજાર વિસ્તારમાં આવેલ કેપ્ટન એન્ટરપ્રાઇઝ અને આનંદ એન્ડ કું., દિૃલ્હી દ્વારા ઉત્પાદીત ખાદ્યપદાર્થો મીરા બ્રાન્ડ સીલ્વર લીવ્ઝ પર એફએસએસએઆઈ લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો મીસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

જેથી સમગ્ર મામલે જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના માલિકનયનકુમાર પરસોતમભાઇ જાવીયા તથા ઉત્પાદૃક પેઢીના માલીક વર્ષા તેજપાલ આનંદ સહિતના જવાબદારો ૭૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રૈયા રોડ વિસ્તારમાં આવેલ યશ એન્ટરપ્રાઇઝ સહિતના વેપારીઓને ત્યાંથી ઝીલમીલ બ્રાન્ડ સિંગતેલના પર એફએસએસએઆઈ લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો મીસબ્રાન્ડેડ જાહેર કરાયો હતો. જેથી જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના માલિકઆકાશ રાજેન્દ્રભાઇ માંડવીયા તથા ઉત્પાદક પેઢીના માલીક જયેશભાઇ ગોકળભાઇ ભૂત સહિતના જવાબદારોને કુલ મળી રૂ.૭૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોઠારીયા રોડ પર દેવપરા વિસ્તારમાં આવેલ એકોર્ડ હાઇપર માર્ટમાંથી ‘શ્રીકાન્ત બ્રાન્ડ પ્રીમીયમ ગાયનું ઘી (પેક્ડ)માં અન્ય વેજીટેબલ ફેટની ભેળસેળ હોવાના કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયું હતું. જેથી આ મામસે જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના નોમીની સતિષભાઇ હંસરાજભાઇ ગજેરાને તથા પેઢીને, તેમજ સપ્લાયર, સુપર સ્ટોકીસ્ટ, માર્કેટર પેઢીને, તથા ઉત્પાદક પેઢીના માલીક દિલીપભાઇ સવજીભાઇ વાડોદૃરીયા સહિતના જવાબદારોને કુલ મળી રૂ.૧,૪૦,૦૦૦/- નો દંડ ફટકારાયો છે