રાજકોટમાં ભંગારના ડેલામાં આગ: પસ્તી-પુઠાં બળીને ખાક

4

ફાયર ફાઇટરની ટીમે સત્તત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

શહેરના ભાવનગર રોડ પર આપેલ એક ભંગારના ડેલામાં રવિવારે મોડી રાત્રીએ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા ફાયર વિભાગના સ્ટાફે આશરે સતત પાંચ કલાક પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરેલ. મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીંગમાં નોંધમાં જણાવ્યા પ્રમાણે શહેરના ભાવનગર રોડ પર આવેલ થોરાળા પોલીસ સ્ટેશનની બાજુમાં ગુજરાત ટ્રેડસ નામના ભંગારના ડેલામાં આગ લાગ્યાની ખબર પડતા ફાયર ફાયટરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગને ઠારવા પાણીનો મારો ચલાવ્યો હતો. આગના ઘટના સ્થળ પર નવ ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી. લગભગ 5 થી 6 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. લાગેલી આગમાં બેડીપર સ્ટેશન બે, રેલનગરનું એક, ઈઆરસીનું એક, કોઠારીયાનું એક, મવડી સ્ટેશનનું એક અને રામાપીર ફાયરસ્ટેશનનું એક ફાયર એમ કુલ 9 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી પાંચથી છ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ભંગારના ડેલામાં પેપર,પસ્તી અને પુઠા હતા તેમાં આગ લાગી હતી. હાઇડ્રોલીક પસ્તીને પેકીંગ કરવાના મશીન હતા તે આગમાં નાશ પામેલ. ભંગારના ડેલાના માલીક યામીનભાઈ ઘટના સ્થળે હાજર હતી. કોઈ જાનહાની થયેલ નથી.