રાજકોટમાં ચૂંટણી ઇફેકટ : બે દિવસમાં જ નવા 70 કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

41
CORONA-કોરોના-india-cases
CORONA-કોરોના-india-cases

રાજકોટમાં ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન ચારેય તરફ ભીડભાડના દ્રશ્યો જોવા મળ્યા હતા અને હવે તેની ગંભીર આડઅસરો શહેરીજનો અનુભવી રહયા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે અને બે દિવસમાં 70 જેટલા કેસો નવા નોંધાયા છે. ગઇકાલે તા.26ને શુક્રવારના રોજ કોરોનાના નવા પોઝિટિવ 55 કેસો નોંધાયા હતા અને 38 જેટલા કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી. એક દિવસમાં કુલ 1373 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. એજ રીતે આજે તા.27ને શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 15 પોઝિટિવ કેસો નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 16105 થઇ ગઇ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 15759 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 594196 શહેરીજનોનું ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યું છે.

ચૂંટણી વખતે દૈનિક કેસ શહેર અને જિલ્લાનો સરવાળો પણ 30ની આસપાસ આવતો હતો તેના કરતા બમણા કેસ માત્ર શહેરમાં નોંધાઈ રહ્યાં છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધીમે કેસ દૈનિક 5થી વધીને 9 થયા છે. તબીબોએ રોષભેર જણાવ્યું છે કે, સભાઓને કારણે જે ચેપ ફેલાયો હશે તેની અસર આગામી 15 દિવસ સુધી વર્તાશે અને સઘળી મહેનત પર પાણી ફળ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા વધી રહી છે.