રાજકોટને ડેંગ્યુ-ચિકનગુનિયાનો ભરડો, વધુ એક વિદ્યાર્થીનું મોત

સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત : કારણ અકબંધ
સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત : કારણ અકબંધ
રાજકોટમાં દિવસે કરડતા એડીસ ઈજીપ્ટી મચ્છરોથી ફેલાતો અત્યંત ચેપી ડેંગ્યુ અને ચિકનગુનિયામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. મનપાના ચોપડે દર સપ્તાહે ડેંગ્યુના ૧૦થી ૧૨ કેસો અને ચિકનગુનિયાના ચાર-પાંચ કેસો નોંધાય છે પરંતુ, ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં વાસ્તવિક સંખ્યા ઘણી વધુ હોવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરની જી.ટી.શેઠ ભણતા એક વિદ્યાર્થીનું ડેંગ્યુથી મોત નીપજ્યાનું અને તેના પગલે ગરબાનો કાર્યક્રમ રદ કરાયાનું જાણવા મળે છે. મનપાના ચોપડે રોગચાળાના કેસો માની  ન શકાય એટલા ઓછા નોંધાતા હોય છે છતાં તે આંકડામાં પણ જૂલાઈ-ઓગષ્ટ માસ કરતા સપ્ટેમ્બરથી ડેંગ્યુના કેસોમાં ત્રણ  ગણો અને ચિકનગુનિયાના કેસોમાં ૧૦ ગણો વધારો નોંધાયો છે.આવતીકાલથી મનપા દ્વારા ઝોનવાઈઝ સઘન ફોગીંગ કરવા નિર્ણય લેવાયો છે. (૧) તા.૨૮ના  વોર્ડ નં.૧,૨,૪ (૨) તા.૩૦ના વોર્ડ નં.૩,૫,૮ (૩) તા.૧ના વોર્ડ નં.૬,૭,૯ (૪) તા.૨ના વોર્ડ નં.૧૦,૧૩,૧૫ (૫) તા.૩ના વોર્ડ નં.૧૧,૧૪,૧૬ અને (૬) તા.૪ના વોર્ડ નં.૧૨,૧૭,૧૮માં ફોગીંગ કરાશે. ઉલ્લેખનીય છે કે ખુલ્લામાં ધુમાડાથી મચ્છરો મહદ્અંશે દૂર જ ભાગે છે,નાશ પામતા નથી.

Read National News : Click Here

મેલેરિયા વિભાગે ચાલુ વર્ષમાં ૧૭ હજાર લોકોને મચ્છર ઉત્પતિ બદલ નોટિસો ફટકારી છે અને આશરે ૫ લાખ કૂ।.નો દંડ વસુલ્યો છે. પરંતુ, માત્ર નોટિસ કે નજીવા દંડથી કોઈમાં સુધારો થતો નથી.રોગચાળાની ચિંતા કરીને મનપાએ દરેક હોસ્પિટલો અને દવાકાનામાં નોંધાતા કેસોનો સર્વે કરાવી, વિગતો મેળવીને દરેક લત્તામાં ખાસ કરીને સ્કૂલો,કોલેજો, સરકારી ઓફિસો, મોલ,સિનેગૃહો સહિતના સ્થળે મચ્છરોનો નાશ કરવા સઘન કાર્યવાહી કરવાની જકૂર છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here