રાજકોટની બજારમાં ફળોની મહારાણી મધમીઠી કેરીનું રજવાડી આગમન

19

ઉનાળો શરૂ થઇ ગયો છે ત્યારે આ સીઝનમાં બાળકોથી માંડીને મોટા અને વૃધ્ધો સહિત રસપુર્વક એક જ ચીજનો આતુરતાથી ઇંતઝાર કરતા હોય છે અને એ ચીજનું નામ છે રસ પ્રચુર કેરી… ફળોની મહારાણી ગણાતી કેરીની વિવિધ જાતોના બોકસ ભરાઇ ભરાઇને રાજકોટની બજારમાં આવી ગયા છે અને દુકાનો, ગોડાઉનોની શોભા બની રહયા છે. આપણે ત્યાં સૌથી વધુ કેસર કેરીનું આકર્ષણ રહેતું હોય છે. તદઉપરાંત બીજી અન્ય કેટલીય જાતની કેરીઓ લહેરથી રાજકોટીયન આરોગે છે. કચ્છી કેરી, લંગડો, તોતાપુરી અને રત્નાગીરી હાફુસનું ધુમ વેંચાણ થતું હોય છે. લોકો મધમીઠી કેરીનો સ્વાદ માણવા માટે આતુર બન્યા છે અને દુકાનો પર કતારો જામી ગઇ દેખાઇ છે.