રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત

57

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે કારના શો રૂમ સામે ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બિહારના સતીષકુમારસીંગ (ઉં.વ.૩૫)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું . જ્યારે તેના મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ ઓવરબ્રિજ પર બાઈક પર જતા બે મિત્રોને ટ્રકે ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા. જેમાં સતિષકુમારસીંગનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિકજામ થયો હતો. જો કે, પોલીસ આવતા જ ટોળા વિખેરાયા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર બિલિયાળા ગામના પાટિયા પાસે શનિવારની વહેલી સવારે કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેથી બંને વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે બંને વાહન બળીને ખાખ થયા હતા. કારમાં બેઠેલી ત્રણ મહિલા સળગીને ભડથું થઈ ગઇ હતી. જ્યારે એક યુવાન બહાર નીકળી જતા બચાવ થયો હતો. જો કે તે દૃાઝી ગયો હોવાથી સારવારમાં ખસેડાયો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇ-વે ક્રોસ કરી રહૃાો હતો તે સમયે અકસ્માત થયો હતો.