રાજકોટના સાગર ફાઉન્ડેશન દ્વારા અજમેર શરીફમાં 23 દીકરીઓના સમુહ લગ્નનું આયોજન

21

દુલ્હનને હજારોની કિંમતનો કારિયાવર અપાશ

રાજકોટનાં સાગર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રભરનાં અલગ અલગ શહેરોમાંથી ગરીબ 23 દિકરીઓનાં સમુહ લગ્નનું આયોજન ગ્રુપે હાથ ધર્યુ છે. આ સમુહ લગ્ન મુસ્લિમ સમાજ સહિત દરેક ધર્મનું આસ્થાનું પ્રતિક એવા ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અજમેર ખાતે યોજવામાં આવશે. તેમજ દુલ્હા અને દુલ્હનાંં પરિવારજનોને આયોજકો દ્વારા રાજકોટથી અજમેર લઈ જવામાં આવ્યા છે. આ સમુહ લગ્ન માટે બંને પક્ષ પાસેથી કોઈ પ્રકારની ફી લેવામાં આવી છે. તમામ ખર્ચે આયોજકો દ્વારા ઉપાડવામાં આવ્યો છે.

તેમજ દુલ્હનને હજારો રૂપિયાનું કરિયાવાર આપવામાં આવશે. સાગર ફાઉન્ડેશન ગ્રુપનાં પ્રમુખ અલ્લાઉદ્દીનભાઈ કારિયાણીયા અને ઉપપ્રમુખ અલ્તાફભાઈ સુમરાએ જણાવ્યુ હતુ. કે, મુસ્લિમ સમાજ માટે અતિ મહત્વનુું સ્થળ એવા અજમેરાનાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં મુસ્લિમ સમાજનાં સમુહ લગ્નનો વિચાર અમારા ગ્રુપને આવ્યો હતો.

આ વિચારને પરિપુર્ણ કરવા માટે છેલ્લા ઘણા સમયછી ગ્રુપનાં સભ્યો મહેનત કરી રહ્યા છે. જેનાં ભાગરૂપે સૌરાષ્ટ્રનાં વાંકાનેર, ધ્રોલ, જામનગર, રાજકોટ સહિતનાં અલગ અલગ શહેરોમાંથી યુગલો આ ઐતિહાસિક સમુહ લગ્નમાં જોડાવા માટે રસ દાખવ્યો હતો. જે પગલે 23 યુગલો સાથે અજમેરમાં સમુહ લગ્ન યોજવાનું ગ્રુપનું સપનું સાકાર થવા જઈ રહ્યુ છે. આજની જુમ્માની નમાઝ બાદ 23 યુગલોનાં નિકાહ યોજાશે.

આ નિકાહ રાજકોટનાં રઝા મસ્જીદનાં ઈમામ મહેબુબ બાપુ પઢાવશે. માતા પિતાની આશા હોય છે કે દિકરીને લગ્નમાં સૌથી સારામાં સારુ કરિયવાર આપવામાં આવે. એક માતાપિતાની ઉમિદનું ખાસ ધ્યાન ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યુ છે. જે પગલે દિકરીને કરિયાવારમાં પલંગ સેટ, કબાટ, ફ્રિઝ, એલઈડી ટીવી, વોશીગં મશીન, મીક્ષર, સિલીંગ ફેન, ગીઝર, ખુરશી, ઈસ્ત્રી, ગેસની સગડી, મોપ, કુકર 5 લીટર, પાણીનું કુલર, બાથરૂમ સેટ, ડિનર સેટ, કાંચનો ડિનર સેટ, લેમન સેટ , રિયાલ , મુશલ્લો, અને કુરાન શરીફ આપવામાં આવશે. સમુહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ અલ્લાઉદ્દિનભાઈ કારિયાણીયા, ઉપ્રમુખ અલ્તાફભાઈ સુમરા, સભ્ય હારૂનભાઈ શાહમદાર, હુશેનભાઈ શેખ, હુશેનસભાઈ સૈયદ, અસ્લમભાઈ શેખ, ઈસ્માઈલભાઈ શેખ, હરિશીંગજી ગુરૂદ્વારા, મુકેશભાઈ દોશી (મોર્ડન) જતિનભાઈ માનસેતા, સંજયભાઈ ટિલાળા, વિજયભાઈ ગોહેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleઆવતીકાલથી રેસકોર્ષમાં માત્ર મહિલા કલાકારોનું ચિત્ર-ફોટોગ્રાફી એક્ઝિબિશન
Next articleપાવાગઢનું મહાકાળી મંદિર સોમવારથી છ દિવસ ભકતો માટે બંધ