રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હિન્દુ-મુસ્લિમોની એકતા સમાન હઝરત ગેબનશાહ પીરની દરગાહ સરીફનો ઉર્ષ મુબારક આજથી શરૂ થઇ ગયો છે.
બે દિવસ ચાલનારા ઉર્ષમાં આયોજકોએ કોરોના સંક્રમણ ન વધે એ માટે જાહેર કાર્યક્રમો રદ કર્યા છે. મર્યાદિત સંખ્યામાં ટ્રસ્ટીઓ અને મુંજાવરની હાજરીમાં સંદલ વિધિ કરવામાં આવી હતી. પહેલા દિવસે રાબેતા મુજબ યોજાતો કવાલીનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. બીજા દિવસે પણ કોઇ જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તેમ દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે.
ટ્રસ્ટી મંડળના યુસુફભાઇ દલે તમામ દર્શનાથીઓને કોરોના ગાઇડલાઇન અમલ કરવા અને દીદાર કરીને તરત પાછા વળી જવા અપીલ કરી છે. માસ્ક પહેરી રાખવા અને સામાજીક અંતર જાળવવા તમામ ભાવિકોને તાકિદ કરવામાં આવી છે.