યુવાનને ચપ્પુના ઘા માર્યા બાદ પટ્ટાથી માર માર્યો: સીસીટીવીમાં કેદ

11

સુરતમાં અસામાજિક તત્તવો બેફામ

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. સુરતમાં કેટલાક અસામાજીક તત્તવો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા પોલીસ દોડતી થઇ છે.

સુરતમાં સતત અસામાજિક તત્તવો જાણે બેફામ બનીને લોકો પર પોતાની દાદાગીરી સાથે ગુંડાગર્દી અને લોકોને સામાન્ય બાબતે મારમારી પોતાની ઘાક જમાવતા હોવાની સતત ઘટના સમયે આવતી છે. ત્યારે સુરતના વરાછા વિસ્ત્તારમાં આવી ઘટના દિવસેને દિવસે સામાન્ય બની છે અને તેમાં પણ ઘનશ્યામ નગરમાં સૌથી વધુ આવી ઘટના બને છે. અહીંયા પહેલા લેડી ડોન ભુરીનો આંતક હતો. ત્યારે થોડા સાયથી અહીંયા બીજા અસામાજિક તત્તવોની બેફામ બન્યા છે. જોકે ગતરોજ રાત્રે અહીંયા અસામાજિક તત્વો દ્વારા એક યુવાને ચપ્પુના ઘા મારવાની ઘટના બની હતી.

ત્યાર બાદ આ વિસ્તારના લોકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. અસામાજિક તત્તવોની બેખોફ બનીને એક યુવાને પોતાના કમરમાં પહેરેલા પટ્ટો કાઢીને માર મારવા લાગ્યા હતા. જેને લઈને આ યુવાન ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગી એક નાની હોટલમાં સંતાઇ ગયો હતો. જોકે, આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ સીસીટીવી વાઇરલ થયાની સાથે વરાછા પોલીસ હરકતમાં આવીને આરોપીને સીસીટીવીની મદદથી શોધખોળ શરુ કરી છે અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જયારે ચપ્પુ મારનાર યુવાન હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહૃાો છે. તેનું નિવેદન લઇને હુમલાખોરોને પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કાર્યા છે.