યુનિ.ની પરીક્ષાના ઓનલાઈન-ઓફલાઈન બંને વિકલ્પ સામે પ્રાધ્યાપકો, પ્રિન્સીપાલોનો વિરોધ

78
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

યુનિવર્સિટીમાં એકેડમિક બેઠકમાં વિવિધ અભ્યાસક્રમ અને નવીન કોલેજોને મંજૂરી મામલે ચર્ચા કરી પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. તો કુલપતિ દ્વારા કરવામાં આવેલ ઓફલાઈન અને ઓનલાઇન પરીક્ષા વિકલ્પ મામલે તમામ સભ્યોનો વિરોધ સાથે ઓફલાઈન જ લેવામાં આવે તેવો સુર જોવા મળ્યો હતો. યુનિવર્સિટી દ્વારા ઓક્ટો ડિસેમ્બરની પરીક્ષા સ્નાતકમાં સેમ – ૫ અને અનુસ્નાતકમાં સેમ ૧ અને ૩ માં પરિક્ષાનો વિરોધ ઉઠાવી આંદોલન કરતા કુલપતિએ પરીક્ષામાં ઓનલાઈન-ઓફલાઈન બન્ને વિકલ્પ આપવાની જાહેરાત કરી છે.

ત્યારે સોમવારે મળેલ એકેડમિક બેઠકમાં એજન્ડાના મુદૃાઓમાં ચર્ચા બાદૃ નવીન ૩ નર્સીંગ કોલેજનો મંજૂરી સહીત અભ્યાસક્રમો મંજુર કરવાની કાર્યવાહી બાદ અંતમાં કુલપતિએ લીધેલા નિર્ણય મામલે બેઠકમાં હાજર પ્રિન્સિપાલો અને પધ્યાપકો સહીત તમામ સભ્યોએ ચર્ચા કરી કુલપતિ સમક્ષ છાત્રોની ઓફલાઈન પરીક્ષા જ યોગ્ય છે. અને ઓનલાઇન પરીક્ષા લેવામાં ન આવે તેવો તમામ સભ્યોનો વિરોધ જોવા મળ્યો હતો.

Previous articleલંડનથી આવનારા લોકો માટે કેન્દ્રએ ખાસ એસઓપી જાહેર કરી
Next articleપ્રયાગરાજમાં ઇફકો પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી ૨ અધિકારીઓના મોત