મોરબી ન.પામાં કોંગ્રેસનો સફાયો: પ્રમુખ રામજીભાઇ રબારીનું રાજીનામું

5
Saurashtra Kranti logo
saurashtra kranti logo

મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો થતા શહેર કૉંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. આ અંગે તેઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાને લેખિતમાં જાણ કરી છે.

રામજી રૂપાભાઇ રબારીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપે છે. તેઓએ અરજી કરી છે કે તેમને તાત્કાલિક આ જવાબદારીમાંથી મુકિત આપવામાં આવે. મોરબી નગરપાલિકાની ચૂંટણીના પરિણામની નૈતિક જવાબદારી તેમની છે. જેને લઇને તેમને આ રાજીનામું આપ્યું છે.

આ વેળાએ મોરબી શહેર પ્રમુખના કાર્યકાળ દરમ્યાન તેમને જે કોંગ્રેસ કાર્યકર્તા, આગેવાનો, શુભેચ્છકોએ સાથ સહકાર આપેલ છે, તે તમામનો આભાર માન્યો છે. આ રાજીનામું આપવાનો નિર્ણય તેમનો સ્વતંત્ર નિર્ણય હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે તેઓ જોડાયેલો છે અને ભવિષ્યમાં પણ પ્રજાના કામ કરવામાં સતત સક્રિય રહેશે, તેવું તેમણે જણાવ્યું છે.