ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા, રાજ્યમાં રોજ દરરોજ દારૂ ઝડપાયાના સમાચાર સામે આવતા હોય છે. દારૂ મામલે કડક કાયદો બનાવ્યા બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લઈ રહૃાા. કેટલાક બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવના અને હેરાફેરી કરવા માટે જાત જાતના કીમિયા અપનાવતા હોય છે. આવી જ એક ઘટના મોરબીથી સામે આવી છે, જેમાં બુટલેગરે દારૂની હેરાફેરી કરવા અને પોલીસની બચવા એક નવો જ આઈડીયા અપનાવ્યો પરંતુ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
મોરબી માળીયા પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે આજે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા મોડી રાત્રીના હળવદના શક્તિનગર નજીક મેટાડોર નમ્બરને રોકી અને તલાશી લીધી હતી, જેમાં પ્રથમ બિસ્કિટના માલનું બિલ ડ્રાઇવર દ્વારા બતાવવામાં આવ્યું હતું પરંતુ બાદમાં મેટાડોર ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું હતું જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિદેશી દારૂના એપિસોડ અને રોયલ ચેલેન્જ સહિતની જુદી જુદી બ્રાન્ડની ૧૮૯ પેટી વિદેશી દારૂ મેટાડોરમાંથી મળી આવ્યો હતો.
પોલીસે માલ કબજે લઈ તેની ગણતરી કરતા કુલ મળી ૨૨૬૭ નંગ વિદેશી દારૂ જેની કીમત રૂપિયા૮.૧૫૦૦૦/- અને મેટાડોરકીમત રૂપિયા ૩,૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૧,૩૧,૦૦૦/-ની કીમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને મેટાડોર ચાલક કિરણજીતકુમાર મહેરા રહે બિહાર અને ક્લીનર જ્ઞાનચંદ લક્ષમણદાસ પંચાલ રહે હરિયાણાની ધરપકડ કરી હતી.