મોરબીના બારીયાપાટી વિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે ઉચ્ચારી ચીમકી

આગામી સમયમાં ગુજરાતની ૮ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ બેઠકોમાં આવતા વિસ્તારોમાં ચૂંટણીને લઈને અલગ માહોલ જોવા મળ્યો છે. જોકે, ક્યાંક પ્રાથમિક સુવિધાઓ વિહોણા લોકોમાં રોષ પણ દેખાયો છે. મોરબી શહેરના એક વિસ્તારમાં પેટા ચૂંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા છે અને રહિશોએ રોષ ઠાલવ્યો છે જેમાં પ્રાથમિક સુવિધા ન મળવાથી વોર્ડ ૧૨ના બોરીયાપાટી વિસ્તારના સતવારા સમાજના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચ તંત્ર દોડતું થયું છે. મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાનો મુદ્દો અસર કરે તેવા એંધાણ જોવા મળી રહૃાા છે.

જેમાં મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના નિરાકરણ ન કરાય તો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચાર્યા બાદ આજે મોરબીના બીજા વિસ્તારમાં પણ પેટા ચૂંટણી બહિષ્કારના બેનેરો લાગતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહૃાો છે. જેમાં મોરબી શહેરના વોર્ડ ન.૧૨ના બોરીયા પાટી વિસ્તારના સતવારા સમાજના રહીશોએ પ્રાથમિક સુવિધા ન મળવાથી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી સાથે નેતાઓએ ન પ્રવેશવું તેવા બેનરો લગાડતા મામલો ગરમાયો છે.

મોરબીના વોર્ડ નબર ૧૨માં આવેલા બોરીયાપાટી વિસ્તારમાં આજે વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનેર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખ્યું છે કે, વોર્ડ નંબર ૧૨ના બોરીચાપાટી સમસ્ત સતવારા સમાજ દ્વારા તેમના વિસ્તારમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય સેવા, પોસ્ટ સેવા સહિતની સુવિધાઓ ન મળવાથી આગામી વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકીય આગેવાનો અને તંત્ર દ્વારા પણ પાછલા દૃરવાજેથી આ રહીશોને મનાવવાના પ્રયત્નો શરૂ કરાયા હોવાની માહિતી સૂત્રોમાંથી મળી રહી છે.