મોડાસા નગરપાલિકામાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી વિપક્ષમાં

10

એઆઈએમઆઈએમએ મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં નવ સીટ જીતી

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સાત સીટ જીત્યા પછી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં નવ સીટ જીતી છે. એઆઈએમઆઈએમ ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જે જાણકારીને અસુદુદ્દીન ઔવેસીએ રિટ્વીટ કરી હતી. ઔવેસીએ લખ્યું હતું કે એમઆઈએમઆઈએમને તેમનો પ્રેમ અને ભરોસો રાખીને મત આશીર્વાદની જેમ આપ્યા છે.

અમે હવે મોડાસામાં મુખ્ય વિરોધ પક્ષ બની ગયા છે અને ઇન્શાઅલાહ અમે અમારો રોલ તાકાતથી નિભાવીશું. ગુજરાતની ચૂંટણી ટીમને અભિનંદન અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિને પણ અભિનંદન જોકે, ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ હાલ વિગતો દર્શાવતી નથી.

Previous articleલુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-૩ બેઠક પર પત્નીએ જીત મેળવી
Next articleસાણંદના મહિલા ઉમેદવાર ચૂંટણીજંગ જિત્યા, જીવનનો જંગ હાર્યા