મોડાસા તાલુકા પંચાયત: પરિવાર ૧૦૦થી વધુનો પણ મળ્યા ૧૧ જ વોટ, EVM સામે શંકા

2
LOKSABHA-ELECTION-લોકસભા
LOKSABHA-ELECTION-લોકસભા

મોડાસા તાલુકા પંચાયતની દૃધાલિયા સીટ ઉપર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબહેન પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. આ ઉમેદવારીમાં તેઓના ગામ કોકાપૂરમાંથી કોંગ્રેસને માત્ર ૬૨૬ મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદાનમાંથી માત્ર તેઓને ૧૧ જ મત મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણે કે તેમના પરિવારમાં ૧૦૦થી વધુ મતદારો છે. બસ પછી તો શું હતું. તેઓને આ વાત ગળે જ ન ઉતરી.

અને તેઓએ ઈવીએમ પર હારનું ઠીકરું ફોડી દૃીધું હતું. આ બાબતને લઈને કોંગ્રેસે ઈવીએમ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરી ધરણાં શરૂ કરી દેતાં રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના ઉમેદવારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી જણાવ્યું કે મારા પરિવારમાં જ ૧૦૦થી વધુ લોકો છે ત્યારે માત્ર ૧૧ મત જ કઈ રીતે મળી શકે તે સમજી શકાતું નથી. ફરીથી આ બેઠક પર ચૂંટણી યોજવામાં આવે તેવી માગ સાથે આ બેઠકના ઉમેદવાર કલેક્ટર કચેરી આગળ ધરણાં પર બેસી ગયા હતા.