મોટીગોપના પાટીયાથી મંદિર સુધીનો માર્ગ બિસ્માર બનતા લોકો પરેશાન : પગલા લેવા રજૂઆત

મોટીગોપના પાટીયાથી મંદિર સુધીનો માર્ગ બિસ્માર બનતા લોકો પરેશાન : પગલા લેવા રજૂઆત
મોટીગોપના પાટીયાથી મંદિર સુધીનો માર્ગ બિસ્માર બનતા લોકો પરેશાન : પગલા લેવા રજૂઆત
મોટી ગોપ પાટીયાથી મંદિર સુધીનો માર્ગ બિસ્માર સ્થિતિમાં ફેરવાતા લોકો પરેશાન બનેલ છે. આ માર્ગને ખાનગી કંપનીના વાહનોથી મોટુ નુકશાન પહોંચ્યું હોવાની ફરીયાદ ઉઠી છે. આ બાબતે પગલા લેવાની માંગ સાથે મોટીગોપ જિલ્લા પંચાયતની બેઠકના સદસ્ય રામભાઈ નંદાણીયાએ જીલ્લા પંચાયતને રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જામજોધપુર તાલુકાના મોટી ગોપબના પાટીયાથી ગોપનાથ મંદિર સુધીનો રસ્તા પર ખાનગી કંપનીના હીટાચી તથા ચેઈનવાળા મોટા લોડરો ચલાવાતા જ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. આ અંગે આજુબાજુના ખેડૂતો દ્વારા પારાવાર રજૂઆત પણ કરેલ છે. પણ કોઈ યોગ્ય કાર્યવાહી થયેલ નથી. ગોપનાથ મંદિરે જવા આ એક જ રસ્તો હોય શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવતા હોય જેમને કારણે દર્શનાર્થીઓને તકલીફ પડે છે. આ અંગે તાત્કાલીક યોગ્ય પગલા લેવા આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા જીલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here