મોંઘવારીનું બેકાબુ બુલડોઝર, જનતા ત્રાહિમામ

ગુજરાત પણ પેટ્રોલ - ડીઝલના ભાવમાં 3-5 રૂપિયાનો ઘટાડો કરશે
ગુજરાત પણ પેટ્રોલ - ડીઝલના ભાવમાં 3-5 રૂપિયાનો ઘટાડો કરશે

ઇંધણના ભાવમાં આજે પણ એકધારો વધારો, પડયા પર પાટુની જેમ ખાદ્યતેલોના ભાવોમાં પણ ભડકો

ગૃહીણીઓ હેરાન-પરેશાન, પરીવારોના બજેટ પીંખાયા, સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2400

દેશમાં મોંઘવારીનો રાકક્ષ હવે બેકાબુ બની ગયો છે. રાકક્ષી ઝડપે દોડી રહેલા ભાવ વધારાના બુલડોઝર હેઠળ લાખો પરીવારોના અરમાનો ચકનાચુર થઇ રહયા છે અને પરીવારોના બજેટ પીંખાઇ રહયા છે જેના કારણે દેશભરની જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તો દૈનીક ધોરણે વધારો થઇ રહયો છે. ત્યાં અધુરામાં પુરુ આજે ખાદ્યતેલોના ભાવોમાં પણ ભડકો થવા લાગતા જન રોષનો જવાળા મુખી ફાટી પડયો છે.

પેટ્રોલમાં આજે ફરીવાર વધારો ઝીંકીને લીટર દીઠ 35 પૈસા અને ડીઝલમાં લીટર દીઠ 30 પૈસા કિંમત વધારી દેવામાં આવી છે. આજે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 100ની વિક્રમી સપાટી પર પહોંચી ગયો છે અને અન્ય શહેરોમાં રૂ.100ની નજીક પહોંચી જવા પામ્યો 2021ની નવી સાલમાં 47 દિવસ દરમ્યાન પેટ્રોલમાં લીટર દીઠ રૂ.5.63 અને ડીઝલમાં લીટર દીઠ રૂ.5.88 જેવો કિંમત વધારો લાગુ કરીને લાખો પરીવારોને અને નોકરીયાતોને મુશ્કેલીની ગરતામાં ધકેલી દેવામાં આવ્યા છે. રસોઇ ગેસમાં પણ ભાવો બેકાબુ બની રહયા છે.

દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની ભાવ સપાટી ઓલ ટાઇમ હાઇ સ્તર પર છે. અટલું ઓછું હોય તેમ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખાદ્યતેલોના ભાવોમાં પણ ભડકો થવા લાગ્યો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલની કિંમતોમાં ડબ્બે રૂ.10-10નો વધારો જાહેર કરી દેવાયો છે. સીંગતેલનો ભાવ વધીને ડબ્બા દીઠ રૂ.2200 થી રૂ.2400 જેવો થઇ ગયો છે. જયારે કપાસીયા તેલનો ભાવ ડબ્બા દીઠ રૂ.1900ની આકરી સપાટી પર પહોંચી ગયો છે. છેલ્લા 47 દિવસમાં આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 20 વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાદ્યતેલોના ભાવ વધારીને લોકોના ધા પર મીઠું ભભરાવવામાં આવ્યું છે એવો દેકારો લોકોમાં થઇ રહયો છે.