મેંદરડાના તબીબ સાથે ૧.૩૨ કરોડની ઠગાઇ કરનાર નાઈજીરીયન શખ્સ દિલ્હીથી ઝડપાયો

14
Saurashtra Kranti logo
saurashtra kranti logo

જૂનાગઢ જીલ્લાના મેંદરડાના ૭૦ વર્ષીય નિવૃત તબીબ સાથે ફેસબુક થકી ફ્રેન્ડ બની વિદેશી નાણા અને ગીફટની લાલચ આપીને ૧ કરોડ ૩૨ લાખની ઠગાઇ કર્યાનો કિસ્સો પોલીસ સમક્ષ આવેલ હતો. જેને લઇ સાયબર સેલના સ્ટાફએ દિલ્હીથી એક નાઇજીરીયન શખ્સને દબોચી લઇ તેની ગેંગને પકડવા દિલ્હીમાં ઘામા નાખ્યા છે.

જીલ્લાના મેંદરડાના નિવૃત તબીબ જીવરાજભાઇ પાનસુરીયાને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને એક ગેંગે વિદેશી નાણાં અને મોંઘીદાટ ગિફટ મોકલીને તે પાર્સલ છોડાવવાના બદલમાં તેમજ દ્ગર્ય્ંના નામે લોકડાઉનમાં લોકોને મદદ કરવાના બહાના હેઠળ અત્યાર સુઘીમાં રૂ.૧.૩૨ કરોડની રકમ પડાવી લીઘાનો મામલો સાયબર સેલ પોલીસ મથકમાં નોંઘાયો હતો.

આ મામલાને લઈ સાયબર સેલે તપાસ હાથ ઘરી ટેકનીકલી સ્ત્રોતના આઘારે દિલ્હી ખાતેથી પ્રન્સિ હેઝેકીયા ઉર્ફે જયોર્જ માર્ટીન (ઉ.વ.૩૮) નામના નાઇજીરીયન શખ્સને ઓલ્ડ પાલમ રોડ પરના દ્રારકા વિસ્તારમાંથી ઝડપી લઇ રીમાન્ડ પર લઇ પુછપરછ શરૂ કરી છે.