છેલ્લાં ૨૫ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના એનઆરઆઈ પટેલ પરિવારની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતાં અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા ૨ દીકરાનાં ગંભીર ઇજા થવાથી મોત થયાં હતાં. વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ અને હિતેષભાઇ પટેલ આજથી ૨૫ વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થઇ મોટેલ લઈ બિઝનેસને વિકસાવ્યો હતો. જ્યારે બીજા ઇજાગ્રસ્ત દીકરાને હેલિકોપ્ટરમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું હતું, એનઆરઆઇ પરિવારના બન્ને દીકરાનાં માતા-પિતાની નજર સામે મોત થતાં પરદેશમાં આવી પડેલું દુ:ખ સહન કરવું કપરું બન્યું હતું.
ધર્મેશભાઈનો મોટો દૃીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. વતન બાજીપુરા ગામમાં રહેતા દૃાદૃા-દૃાદૃીને પૌત્રોનાં મોતના દૃુ:ખદૃ સમાચાર મળતાં જ વૃદ્ધાવસ્થામાં આવી પડેલા દુ:ખને સહન કરવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. ગામમાં પણ રવિવારે શોકનું વાતાવરણ છવાયું હતું. આગળ અકસ્માત થયો હોવાથી કાર થોભાવી તો પાછળથી આવતી મોબાઇલ વાને અડફેટે લીધી, ત્યારે અકસ્માતમાં કારનો પાછળથી ખુરદો બોલી જતાં તેમના બંને પુત્રોએ જીવ ગુમાવ્યો હતો.
આગળ અકસ્માત થયો હોવાથી કાર થોભાવી તો પાછળથી આવતી મોબાઇલ વાને અડફેટે લીધી, ત્યારે અકસ્માતમાં કારનો પાછળથી ખુરદો બોલી જતાં તેમના બંને પુત્રોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતવાળા દિવસે રવિવારના રોજ તેઓ મોટેલ પર કામ પતાવી સાંજે પત્ની જાગૃતિબેન, પુત્રો નીલ પટેલ (૧૯) અને રવિ પટેલ (૧૪) સાથે તેમની ટોયોટા કેમરી કારમાં કિવિલેન્ડ ખાતે ઘરે જવા નીકળ્યાં હતાં. કારમાં ધર્મેશભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબેન આગળ બેઠાં હતાં, જયારે બન્ને દીકરા કારમાં પાછળની સીટ પર બેઠા હતા.
Home GUJARAT