મુખ્યમંત્રી કહે છે, સંક્રમણ વધે છે પણ મૃત્યુ આંક કાબુમાં

35
CM-RUPANI-GUJARAT-સંક્રમણ
CM-RUPANI-GUJARAT-સંક્રમણ

Subscribe Saurashtra Kranti here

વિજય રૂપાણીએ આજે રાજયમાં કોરોના સંક્રમણ વધી રહયાનો એકરાર કર્યો

વિધાનસભાનું સત્ર ટુંકાવવાનો ઇન્કાર

અઠવાડીયુ કેસ વધશે પછી ઘટી જવાની આશા દર્શાવતા રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજયમાં કોરોના સંક્રમણ વધી રહયાનો એકરાર કર્યો હતો. પરંતુ ઉમેર્યુ હતું કે, કેસો વધે છે પણ સામે મૃત્યુ આંક કાબુમાં છે.

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ વિધાનસભા સત્ર ટુંકાવવામાં આવી રહયાની અફવા ફગાવી દીધી હતી અને કહયું હતું કે, ધણા મહત્વના ખરડા પસાર કરવાના બાકી છે. આથી વિધાન સભા સત્ર ટુંકાવવામાં નહીં આવે. તેમણે એવો આશા વાદ દર્શાવ્યો હતો કે, એક અઠવાડીયુ કેસો વધસે પણ ત્યાર બાદ કેસો ઘટવાની ધારણા છે. અત્યારે રાજયોમાં 70 ટકા બેડ ખાલી પડયા છે. સંક્રમણ વધી રહયું છે પણ મૃત્યુ આંક અંકુશમાં છે. લોકો ગભરાઇ નહીં પણ સાવધાની રાખે. માસ્ક પહેરી રાખે અને રસીકરણ કરાવે. તેમણે કહયું હતું કે, દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ કરવાનું લક્ષ્યાંક છે.Read About Weather here

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here