માલિયાસણનો શખ્સ એક કિલો ગાંજા સાથે ઝડપાયો

માલિયાસણનો શખ્સ એક કિલો ગાંજા સાથે ઝડપાયો
માલિયાસણનો શખ્સ એક કિલો ગાંજા સાથે ઝડપાયો

સ્પે.ઓપરેશન ગ્રૂપના પીએસઆઇ ટી.બી.પંડ્યા સહિતનો સ્ટાફ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામ નજીક પેટ્રોલિંગમાં હતા.

ત્યારે માલિયાસણ ગામના માલધારી ચોક પાસે થેલી સાથે એક શખ્સ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે અટકાવતાની સાથે જ ગભરાઇ ગયેલા શખ્સની પૂછપરછ કરતા તે માલિયાસણ ગામે રહેતો દિનેશ વસ્તા ટોયટા હોવાનું જણાવ્યું હતું.

Read National News : Click Here

જ્યારે તેના હાથમાં રહેલી થેલીને તપાસતા અંદરથી મોટું પડીકું મળી આવ્યું હતું. પડીકા વિશે પૂછતા દિનેશ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. જેથી પોલીસે પડીકું ખોલતા માદક પદાર્થ જેવું જણાયું હતું. જેની ખરાઇ કરાવતા તે ગાંજો હોવાનું અને વજન કરતા તે એક કિલો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી દિનેશ ટોયટાની અટકાયત કરી કુવાડવા રોડ પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી છે.

Read About Weather here

મજૂરીકામ કરતો દિનેશ પૈસા કમાવવા ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની કેફિયત આપી છે. જોકે, તે કોની પાસેથી લઇ આવ્યો તે શખ્સને નામથી ઓળખતો ન હોવાનું જણાવતા કુવાડવા રોડ પોલીસે દિનેશ ટોયટાની ધરપકડ કરવા તેમજ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here