માલપુરમાં ભાજપના મહામંત્રી પર હુમલો

9
Arvalli-humalo-માલપુર
Arvalli-humalo-માલપુર

Subscribe Saurashtra Kranti here.

માલપુરનાં મહામંત્રી કશ્યપ પટેલ નાગરીક બેંકનાં સભ્ય હોવાથી સભામાં ગયા હતા

ગુજરાતમાં કોરોનાનાં કેસ વધવાની સાથે રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહૃાો છે. મળી રહેલી માહિતી અનુસાર, ચૂંટણીની અદાવતમાં ધારાસભ્ય અને તેમના પુત્રએ ભાજપનાં મહામંત્રીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Read About Weather here

આપને જણાવી દઇએ કે, અરવલ્લી જિલ્લાનાં માલપુર ખાતે યોજાયેલા નાગરીકબેંકની સભામાં હાજર રહેલા ભાજપનાં માલપરનાં મહામંત્રી કશ્યપ પટેલ નાગરીક બેંકનાં સભ્ય હોવાથી સભામાં ગયા હતા. પરંતુ તેમને સભ્ય પદેથી દૃૂર કરી સભામાંથી બહાર નીકળી જવા જણાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેમણે જ્યારે કારણ પૂછ્યું હતું તે દરમિયાન મામલો બીચક્યો હતો. અને કોંગ્રેસનાં ધારાસભ્ય જશુભાઈ પટેલ અને તેમના પુત્ર નિશ્ર્ચલ પટેલ તેમજ બીજા કેટલાક શખ્સોએ ભાજપનાં મહામંત્રી કશ્યપ પટેલને માર માર્યો હતો. જે પછી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ કશ્યપ પટેલે માલપુર પોલીસ મથકે અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું ભાજપનાં આગેવાનોએ જણાવ્યું છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here