માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૧૧,૧૮૫ કરોડની જોગવાઈ

  • સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિમી લંબાઈના રસ્તાના રિસરફેિંસગ માટેના કામો ૪૫૦૬ કરોડના ખર્ચે હાથ ધરાશે
  • ૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ નવા રેલવે ઓવરબ્રિજ બનશે
  • ૨૮૯૩ કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં
  • સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું ૨૬૨૦ કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ
  • ૧૧૬ રસ્તાના અનુભાગોની ૧૯૫૧ કિમ લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની કામગીરી ૨૩૩૧ કરોડના ખર્ચે પ્રગતિમાં
  • ૩૦૧૫ કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા ૧૭૪૯ કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન
  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે ૧૫૦૦ કરોડની જોગવાઈ
  • અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે ૧૦૦ કરોડની જોગવાઈ
  • વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે
Previous articleમહિલા અને બાળ વિકાસ માટે કુલ ૩૫૧૧ કરોડની જોગવાઇ
Next articleબંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૪૭૮ કરોડની જોગવાઈ