ગુજરાતના રોગ પીડિત આદિવાસીઓ માટે કેન્દ્રની સહાય શૂન્ય
વારસાગત ગણાતી આ બિમારી માત્ર આદિવાસીઓને ઝડપમાં લે છે
અન્ય રાજ્યોમાં આવા કેસમાં રૂ.65 કરોડની સહાય પણ ગુજરાતને અદીયું પણ નહીં
ગુજરાતના આદિવાસીઓમાં વારસાગત રીતે જોવા મળતા સિકલસેલ એનિમિયા રોગનાં સૌથી વધુ દર્દીઓ ગુજરાતમાં હોવા છતાં અન્ય રાજ્યોને કેન્દ્ર તરફથી સહાય આપવામાં આવી છે
પણ આશ્ચર્યજનક રીતે ગુજરાતને એક અદીયું પણ આપવામાં આવ્યું નથી. એક સવાલનાં જવાબમાં ખૂદ કેન્દ્રીય આદિવાસી રાજ્યમંત્રી રેણુકા સિંઘ સરુતાએ લોકસભામાં આ માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ જે રાજ્યોમાં ગુજરાત કરતા ઓછા આવા રોગીયો છે અને જ્યાં આવા એક પણ કેસ બન્યા નથી ત્યાં મંત્રાલય તરફથી રૂ.60 કરોડની સહાય આપી દેવાઈ છે. પણ આ બિમારીનાં સૌથી વધુ દર્દીઓ જ્યાં છે એવા ગુજરાતને છેલ્લા ૬ વર્ષમાં કેન્દ્ર સરકારે બિમારી સામે લડવા એક રૂપિયો પણ આપ્યો નથી.
મંત્રી રેણુકા સિંઘએ એવી પણ માહિતી આપી હતી કે, જે રાજ્યોમાં આવા કોઈ કેસ નથી એવા હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તેલંગણા, ત્રિપુરા અને ઉતર પ્રદેશને રૂ.4 કરોડ 20 લાખની સહાય આપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે મેડિકલ રીસર્ચ કાઉન્સિલ અને બાયોટેકનોલોજી વિભાગની મદદથી કુલ 86.4 લાખ આદિવાસીઓનું ગુજરાતમાં આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં 29266 આદિવાસીઓ સિકલસેલ એનિમિયાથી પીડિત દેખાયા છે. રાજ્યમાં કુલ 729561 આદિવાસીઓ આ બિમારીથી પીડાતા હોવાનું જાહેર થયું છે. આ રીતે દેશભરમાં સૌથી વધુ આવા રોગનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું છે.
Read About Weather here
ગુજરાત સરકારે કેન્દ્રની રાહ જોવા જોયા વિના આદિવાસી પટ્ટાનાં 5 જીલ્લાઓમાં પીપીપી ધોરણે એનિમિયા નિયંત્રણ કાર્યક્રમનો આરંભ કરી દીધો હતો જે પાછળથી અન્ય ૭ આદિવાસી જીલ્લાઓમાં પણ લંબાવામાં આવ્યો છે. ગુજરાતે ખાસ સિકલસેલ એનિમિયા નિયમન સોસાયટીની પણ રચના કરી છે.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here