માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકપ્રશ્ર્નો માટે ગામે-ગામ કમિટી બનાવવાનો નિર્ણય (5)

19
MANAVADAR-CONGRESS-COMITEE
MANAVADAR-CONGRESS-COMITEE

Subscribe Saurashtra Kranti here.

માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી

બાટવા હાઈ-વે પર વૃંદાવન રિસોર્ટમાં મીટિંગ યોજાઈ

માણાવદર તાલુકા કોંગ્રેસ કાર્યકરોની તાલુકા પંચાયતમાં જીતેલા તથા હારેલા ઉમેદવારો તથા તેઓનાં ટેકેદારો કાર્યકરોને શુભેચ્છા આપવા માટે શુભેચ્છા મીટીંગનું આયોજન બાંટવા તથા ખાંભલા વચ્ચે આવેલ વૃંદાવન રિસોર્ટ ખાતે રાખવામાં આવેલ જેમાં બારસોથી વધુ કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ હાજરી આપી લોકોના પ્રશ્ર્નોને આક્રમક બની ગામે ગામ કમીટી બનાવી યોગ્ય લેવલે નીકાલ થાય તે અંગેના વિવિધ પગલાંઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી અને એ મુજબ લોક ઉપયોગી કાર્યો કરવા અને કરાવવાં ઉપર વધુ ફોકસ રાખવું અને સંગઠનને સતત લોકો વચ્ચે કાર્યાન્વિત કરવા પર શુભેચ્છા મીટીંગમાં હાજર તાલુકાના આગેવાનો તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકરો એ પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

Read About Weather here

આ મિટિંગમાં માણવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપભાઇ જેસાણી, જિલ્લા કોંગ્રેસ પ્રભારી હરિભાઇ પટેલ , કોંગ્રેસ આગેવાન જીગ્નેશભાઈ છૈયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here