મહેસાણાના યુવાનોએ મહેકાવી માનવતા: ઘરે ઘરે જઇને કપડાં ગરીબોને આપે

47

લોકો માટે લૉકડાઉનમાં ઘરે રહૃાા બાદ સમાજ સેવા સહિત સમાજને આગળ લઈ જવામાં યુવાનો આગળ આવ્યાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે મહેસાણાના સોશિયલ એકટવીટી ગ્રુપ દ્વારા હાલ મહેસાણામાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ૨૨ યુવાનો મહેસાણાના ડોર ટૂ ડોર ફરીને કપડા લઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી કપડા પોહચાડી રહૃાાં છે. જેમને પહેરેલા કપડા આપવામાં આવે છે તેઓ આ કપડા જોઇને જ ખુશ થઇ જાય છે. મહેસાણાનો આર.ટી ઓનો નમ્બર જી.જે. ૨ છે તેથી આ ગ્રુપનું નામ ૨૨ યુવાનોએ એકત્રિત થઈ ને જી.જે ૨ રાખીને લૉકડાઉનનો સદ ઉપયોગ શરૂ કર્યો છે.

ફરવાની ઉંમરમાં આ યુલાનો સમાજ સેવા સહિત સમાજને જે જરૂરિયાત છે તેવા કામો કરી રહૃાા છે. આ ગ્રુપ હાલમાં નવતર પ્રયોગ કરી રહૃાું છે. જેમાં મહેસાણાના જુદા જુદા વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી માંગ કરાઈ છે, જેમાં યુવાનોને ફોન આવે તો તે યુવાનો જે તે વ્યક્તિના ઘરે જઈને કપડા લઈ આવે છે અને જરૂરિયાયતવાળા વ્યક્તિઓને આ કપડાં આપવામાં આવશે. જેથી તેમની દિવાળી આ કપડામાં રંગેચંગે ઉજવાશે.

આ ગ્રુપના આ સેવાના કાર્યોને મહેસાણાના સ્થાનિકો પણ આવકારી રહૃાા છે આ યુવાનો થી પ્રેરણા લઈ અન્ય આવા સેવાભાવી લોકો આગળ આવી જરૂરિયાતમંદ લોકો ના વ્હારે આવે એવી અપીલ કરી રહૃાા છે. આ ગ્રુપમાં ૨૨ લોકો છે તેઓ ગરીબો માટે છેલ્લા બે મહિનાથી ઘરે ઘરે જઇને લોકો પાસેથી તેઓ ન પહેરતા અને પડી રહેલા કપડા લઇને ગરીબોને વહેંચે છે. આવનારા સમયમાં દિવાળી પહેલા આ ગ્રુપ મીઠાઇ અને ફરસાણ પણ ગરીબોને આપી શકે તે અંગેનું પ્લાનિંગ કરી રહૃાું છે.

Previous articleડીસામાં એક મહિલા અને બે પુરૂષો સાથે ચાલતા કુટણખાનો થયો પર્દાફાશ
Next articleકિશોરી દુષ્કર્મ કેસ: પોલીસ દિશાના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે