મહેમદાવાદમાં ટકોર કરતાં વિધવા મહિલાએ જેઠને ઈંટો મારી ઢીમ ઢાળ્યું

11
અમદાવાદ-AHMEDABAD
અમદાવાદ-AHMEDABAD

મહેમદાવાદના નેનપુરમાં ખેતરમાં ઓરડી બનાવીને એકલા રહેતા આધેડની અજાણ્યા ઈસમે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મૃતકને બે ત્રણ દિવસ અગાઉ તેના પિતરાઈ ભાઈની વિધવા પત્ની સાથે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પુછતાછમાં તેણે જણાવ્યું હતું કે જેઠ તેને અવારનવાર આડાસંબંધો ન રાખવા ટકોર કરતા રહેતા હતા. જેથી ઉશ્કેરાઈને જેઠની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત કરી હતી. મહેમદાવાદના નેનપુર પહાડ રોડ પર રહેતા મનુભાઈ બારોટ (ઉં. ૫૨)ની ગઈકાલે લોહીથી ખરડાયેલી લાશ તેમના ઘરની ઓરડીમાંથી મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતકને ૩૦ વીઘા જમીન હતી. કોઈ સંતના ન હતું.

ડીવાયએસપી અર્પિતા પટેલ અને મહેમદાવાદ પોલીસે તમામ એંગલથી તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે મનુભાઈના પિતરાઈ ભાઈ કે જેઓ ગુજરી ગયા છે, તેમના વિધવા પત્નીને ત્રણ સંતાનો હતા. તેઓ ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ વિધવા મહિલાને ગામના કેટલાક ઈસમો સાથે આડાસંબંધો હોવાનું ગામલોકો વાતો કરી રહૃાા હતા. જેથી કેટલાક ગ્રામજનોએ મનુભાઈનને આ બાબતની જાણ કરી હતી. અને તેમની વિધવા ભાભી આડાસંબંધો ન રાખે તે માટે મનુભાઈને તેમની ભાભીને ટકોર કરવા જણાવ્યું હતું.

જેથી મનુભાઈ છેલ્લા ઘણા સમયથી તેમના વિધવા ભાભીને ટકોર કરી આડાસંબંધો ન રાખવા જણાવતાં હતા. બનાવની રાત્રે નવેક વાગ્યે વિધવા ભાભી મૃતકના ઘરે આવ્યા હતા. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં વિધવા ભાભીએ ઈંટનો ટુકડો ઉઠાવી બે ત્રણ વાર મનુભાઈના માથામાં મારી દેતાં સ્થળ પર જ મનુભાઈનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મહિલાની અટક કરી મામલાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.