સુરત જિલ્લાના મહુવા સુગર મિલની ચુંટણી યોજાઈ હતી. જેમાં કુલ ૧૬ બેઠકો પૈકી ૧૩ બેઠકો પર ૮૮.૦૫ ટકા મતદાન થયું હતું. આજે મત ગણતરી થતા મહત્તમ બેઠક પર વર્તમાન સભ્યો રિપીટ થયા હતા. જોકે હાઇકોર્ટના આદેશ અનુસાર પરિણામ સત્તાવાર જાહેર કરવાનું મોકૂફ રખાયું છે. વિધાનસભાની પેટા ચુંટણી બાદ હવે દૃક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓની ચુંટણીનો રંગ જામ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની પૈકી અને હંમેશા ચર્ચાસ્પદ બનેલ સુરત જિલ્લાની મહુવા સુગરની આજે ચુંટણી યોજાઈ હતી. ખાસ કરીને આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન આ સુગર મિલમાં કુલ ૧૬ બેઠકો અને ૨૨૫૦૦ સભાસદો છે. જે પૈકીના ૫૫૦૦ જેટલા ઉત્પાદક સભાસદો મતદાતા છે.
કુલ ૧૬ બેઠકો પૈકી ૧૩ બેઠકો પર ગઈકાલે ૧૩ ઝોનમાં ૮૮.૫ ટકા મતદાન થઇ હતું. અને આજે ઔપચારિક રીતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ સહીત મહત્તમ સભ્યો વર્તમાન બોડીના વિજેતા બન્યા હતા. જયારે બાકીની રાનકુવા બેઠકની ચૂંટણી બાબતે વાંધા અરજી આવતા ચૂંટણી રદ થઈ હતી. આજે માટે ગણતરી તો થઇ પરંતુ હાઇકોર્ટના આદેશ અનુસાર સત્તાવાર પરિણામ જાહેર કરાયું ના હતું. મહુવા સુગરના ૧૬ વ્યવસ્થાપક સમિતિ સભ્યો પેકી ઉવા ઝોનમાં વર્તમાન ડિરેક્ટર જીતેન્દ્ર વાંશિયા અને દેલવાડા બેઠક પર બળવંત પટેલ પેહલેથીજ બિન હરીફ થઈ ગયા હતા.
જ્યારે રાનકુવા બેઠક પર ઉભી થયેલી કાયદાકીય ગુંચને લઇ આજે ૧૩ ઝોનમાં ચૂંટણી યોજાઈ હતી. ઝોન વાઈઝ પરિણામની વાત કરીએ તો નાગધરા-મુકુંદ પટેલ, અનાવલ-વિપુલ પટેલ, મહુવા-જીગર નાયક, વ્યારા-બળવંત આહીર, વાંકાનેર-તરુણ ભાઈ, વલવાડા-રાકેશ પટેલ, ઝેરવાવરા-તુષાર પટેલ, બારડોલી-નિકુંજસિંહ ઠાકોર, બાજીપુરા-સવિતા બેન પટેલ, દેડવાશન-અમિષા પટેલ, મહુવરિયા-આનંદ ભાઈ ચૌધરી, જયારે બિન ઉત્પાદકમાં હેમાંશું પટેલનો વિજય થયો હતો.