મહુવામાં ચાર શખ્સોએ કરી યુવકની કરપીણ હત્યા

79

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગત રાત્રે એક નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જોકે, આ ખૂની ખેલમાં ચાર શખ્સોએ છરીના ઊપરાછાપરી ઘા મારી એક આશાસ્પદ યુવકની નિર્મમ હત્યા કરી નાંખી છે. બનાવના પગલે માહોલ તંગ બની જતા હૉસ્પિટલ મથકે પોલીસ ધસી આવી હતી પરંતુ યુવકને ક્રૂરતાં પૂર્વક મારવામાં આવ્યો હોવાથી તેનો જીવ બચ્યો નહોતો. સૌથી હચમચાવી નાખતી વાત એ હતી કે સાવ સામાન્ય બાબતમાં ખેલાયેલા ખૂની ખેલમાં મૃતક યુવકનું કાંડું પણ હુમલાવરોએ કાપી નાખ્યું હોવાના અહેવાલો છે.

બનાવની વિગત એવી છે કે મહુવા તાલુકાના ખરેડ ગામે યુવકો વચ્ચે ગઈકાલે સ્કૂટર ચલાવવા મુદ્દે જાળનાથ મહાદેવ પાસે દિવસ દરમિયાન તકરાર થઈ હતી. આ મામલે ચાર યુવકોએ દાજ રાખી અને રાત્રિના અંધકારમાં ૨૩ વર્ષના નરેશ સિંગડના ઘરે જઈ તેના પર હુમલો કર્યો હતો.

હુમલાવરોએ નરેશને ડાબા પડખે છરીનો એક ઘા માર્યો હતો જ્યારે, પીઠમાં એક ઘા માર્યો હતો અને નરેશનું કાંડુ કાપી નાખ્ જેના કારણે તેની ધોરી નસ ફાટી જતા તેનું મોત થયું હતુ.

આ મામલે પોલીસે હુમલો કરનારા કિશન પોપટ ભાઈ ભાલિયા, સંદિપ રમેશ બારૈયા, અરિંવદ ધીરૂ ભાલિયા, વિજય ગભા ભાલિયા સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે પરંતુ નાનકડાં ગામમાં ખેલાયેલા ખૂની ખેલના કારણે સમગ્ર તાલુકામાં ચકચારર મચી જવા પામી છે. જોકે, પ્રાપ્ત અહેવાલોમાં હુમલો કરનારા શખ્સો પર પણ મૃતકના પક્ષે થયેલા હુમલામાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભાવનગર સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.