મહાત્મા મંદિરની પાછળ ફાઇવટાર હોટલ બની રહી છે જેને દૃુનિયામાં નામના મળવાની છે. ત્યારે તેની આગળના ભાગમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર ઉભો થયેલો હતો. ગેરકાયદેસર જગ્યામાં લોકો દ્વારા કાચા મકાનો બાંધી દેવામાં આવ્યાં હતાં. ૩૦૦ જેટલા લોકોએ સરકારી જમીન ઉપર ઝૂંપડાં બાંધી વસવાટ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ ગાંધીનગરના વહીવટીતંત્ર દ્વારા ઝૂંપડપટ્ટી દૃૂર કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ કાફલાની સુરક્ષા વચ્ચે વહીવટીતંત્રે તંબૂ તાણીને દબાણ દૃૂર કરવા અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં મોટાભાગના લોકો સ્વેચ્છાએ પોતાનો સામાન લઇને રવાના થઇ ગયાં હતાં.
પરંતુ અહીં રહેતાં લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હમણાં જવામાં કોઈ દૃુ:ખ નથી. પરંતુ જ્યાં સરકારે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો માટે મકાનો ફાળવ્યાં છે તેમાં અમારો સમાવેશ કરાયો નથી. ભલામણના આધારે લોકોને મકાનો ફાળવી દેવામાં આવ્યાં છે અમારા પછી રહેવા આવેલા લોકોને પાકા મકાનો બનાવ્યાં છે ત્યાં ફાળવ્યાં છે. પરંતુ અમારી વગ નહી હોવાના કારણે અમારે અહીં રહેવું પડ્યું છે.ગેરકાયદે બંધાયેલી ઝુપડપટ્ટીને દૃૂર કરવાનો આદેશ આપ્યાં બાદ આજે દૃૂર કરવાની કાર્માંયવાહી શરુ થઈ છે પરંતુ આ કામગીરી હજુ આગળના બે ત્રણ દિવસ સુધી ચાલશે.
ત્યારે સવાલ એ થઈ રહૃાો છે કે આ તમામ મકાનોમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલાં હતાં. વીજળી ફાળવવામાં આવી હતી. સામાન્ય રીતે ગેરકાયદે જગ્યામાં મકાનો બન્યાં હોય તો તે લાઇટનુ કનેક્શન કેવી રીતે મળે ? તે સવાલ હોય છે પરંતુ અહીં તમામ કાચા મકાનમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલાં હતાં. આ બાબતે ટોરેન્ટ પાવરના મેનેજર દરજી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો તેમણે કહૃાું કે હું અત્યારે કામમાં છું પછી આ બાબતે વાત કરીએ. આમ તેમણેે જવાબ આપવામાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.