મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા મુસ્લિમ સંસ્થાની રજૂઆત

મસ્જિદને કોવિડ સેન્ટર
મસ્જિદને કોવિડ સેન્ટર

સેક્ટર ૨૧ માં આવેલી મસ્જિદ કમ્પાઉન્ડમાં આવેલ મલ્ટીપર્પજ હોલ અને સેક્ટર ૨૯ ની મસ્જિદ માં પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર તરખાટ મચાવી રહી છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને તેનાથી થતા મોતના આંકડા હાહાકાર મચાવી રહૃાા છે. હોસ્પિટલોમાં બેડ માટે દર્દીઓમાં ફાંફા મારી રહૃાા છે.

Subscribe Saurashtra Kranti here

રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની તંગી વર્તાઇ રહી છે ત્યારે બયતુલમાલ સંસ્થા એ ગાંધીનગર ખાતે આવેલી બે મસ્જિદને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.
બે મસ્જિદને કોવિડ સેન્ટર માં ફેરવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે સેક્ટર ૨૧ માં આવેલી મસ્જીદ કમ્પાઉન્ડમાં આવેલ મલ્ટીપર્પજ હોલ અને સેક્ટર ૨૯ ની મસ્જિદ માં પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

Read About Weather here

બયતુલમાલ નામની મુસ્લિમ સંસ્થાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની મહામારીમાં ગાંધીનગરની જનતાને મદદરૂપ થવા પ્રયાસ કર્યો છે. સેક્ટર ૨૧ અને સેક્ટર ૨૯ માં આવેલી મસ્જીદ પર બંને સ્થળોએ સરકારને covid સારવાર કેન્દ્ર ઊભું કરવા માટે સહમતિ દર્શાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના દર્દીઓનો આંક વધી રહૃાો છે. રાજ્ય દૈનિક નોંધાતા કોરોના કેસ હાલ પોતાના જ રેકોર્ડ તોડી રહૃાો છે. રાજ્યમાં દૈનિક નોંધાતો આંક ૧૦૦૦૦ પ્લસ આવી રહૃાો છે જ્યારે રાજ્યમાં કુણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ચાર લાખની ઉપર પહોંચી ચૂકી છે તો સામે કોરોના થી થતાં મોતનો આંકડો પણ હાહાકાર મચાવે તેઓ છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સૂમસામ
Next articleઅનોખો જુગાડ : સ્ટેન્ડ ન મળતા કાર પર ખુરશી રાખી લગાવ્યો બાટલો