મશીનરી સ્પેર્સ સપ્લાય એસો.ની મિટિંગ સંપન્ન

મશીનરી સ્પેર્સ સપ્લાય એસો.ની મિટિંગ સંપન્ન
મશીનરી સ્પેર્સ સપ્લાય એસો.ની મિટિંગ સંપન્ન

યુવા વર્ગને આગળ આવવા અપીલ, નવા સભ્યોનો એપ્રિલ-2023 થી સમાવેશ કરવા નિર્ણય

કાર્યક્રમના પ્રથમ ચરણમાં પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણીએ સૌને આવકારેલ હતા.

કારોબારી સભ્ય ધીરેનભાઇ ખખ્ખરનું અવસાન થતાં બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. મશીનરી સ્પેર્સ સપ્લાયના માનદ મંત્રી વસંતભાઇ બલદેવએ સંસ્થાની માહિતી આપી તેના ઉપર સર્વે સભ્યએ ગહન ચર્ચા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

 ટ્રેઝરીએ હિસાબ રજુ કરીને સર્વે સભ્યની બહાલી લીધી હતી. કારોબારી સભ્ય પરેશભાઇ અઢીયાએ જ્ઞાનવર્ધક ગેમ રમાડીને ઉત્સાહિત સભ્યોને પ્રોત્સાહિત કરેલ હતા. વિજેતાઓને હોદે્દારોના હસ્તે ઇનામના કવર આપવામાં આવેલ હતા.

મશીનરી સ્પેર્સ સપ્લાય એસો.ની મિટિંગ સંપન્ન મશીનરી

મશીનરી સ્પેર્સ સપ્લાય એસોસિએશનને વધુ વેગવંતુ કરવા યુવા વર્ગને આગળ આવવા અપીલ કરી હતી. જેના નામો આવેલ તેને પહેલી એપ્રિલ 2023 થી સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. અંતમાં ભોજન સમારંભ બાદ આનંદિત વાતાવરણમાં છુટા પડયા હતા.

Read About Weather here

કાર્યક્રમને યશસ્વી બનાવવામાં પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણી, ઉપપ્રમુખ પ્રદિપભાઇ મહેતા, માનદ મંત્રી વસંતભાઇ બલદેવ, સહમંત્રી અશ્ર્વિનભાઇ પટેલ, ટ્રેઝરર પ્રમોદભાઈ મહેતા, કારોબારી સભ્ય બિપીનભાઇ કારીયા, પિયુષભાઇ પટેલ, શ્રી રામજીભાઇ લાડાણી, ઇશ્ર્વરભાઇ ભામભોલીયા, હસમુખભાઇ બલદેવ, પરેશભાઇ અઢીયા, વિનોદભાઇ અકબરીએ સેવા આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here