મર્યાદિત સંખ્યામાં હાજરી સાથે હોળી પ્રાગટ્ય કરવાની છૂટ આપતી સરકાર : ધુળેટીના તમામ જાહેર કાર્યક્રમોની મનાઇ

27
HOLI-હોળી
HOLI-હોળી

Subscribe Saurashtra Kranti here

ગૃહ મંત્રાલય દ્વારા હોળી-ધુળેટીની માગદર્શીકાઓ જાહેર કરાઇ

ગુજરાતમાં કોરોનાને કારણે હોળી-ધુળેટી પર્વની ઉજવણી મર્યાદામાં રહીને કરવા અંગે રાજય સરકારે ખાસ ગાઇડલાઇન્સ બહાર પાડી છે. એ મુજબ મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી સાથે હોળી પ્રગટાવવાની છુટ આપવામાં આવી છે. ભીડ ભાડ કરવાની મનાઇ કરવામાં આવી છે. હોલિકા પ્રાગટ્ય થયા બાદ મર્યાદિત સંખ્યામાં પ્રદક્ષીણા કરવાની અને ધાર્મીક વિધિની છૂટ આપવામાં આવી છે.

આજે રાજયના ગૃહ વિભાગ દ્વારા તમામ કલેકટર અને પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે અને નવી માગદર્શીકાઓ જાહેર કરવામાં આવી છે. ધુળેટીના દિવસે પણ જાહેરમાં રંગે રમી શકાશે નહીં. તમામ ધુળેટી રંગ ઉત્સવના કાર્યક્રમોની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. એટલે આવા કોઇ કાર્યક્રમોને મંજુરી આપવામાં આવશે નહીં.

Read About Weather here

સરકારી નિયંત્રણને કારણે ધુળેટીના રંગમાં ભંગ પડી ગયો છે અને લોકોના ઉત્સાહ પર ઠંડુ પાડી રેડાઇ ગયું છે. કોરોનાનું વધતું જતું સંક્રમણ ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે આદેશો બહાર પાડયા છે અને કડકાઇથી નિયમોનો અમલ કરવાની તમામ જિલ્લા વહીવટી તંત્રને સુચના આપવામાં આવી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોનાએ બહુ કરી…ઉપર ખાલી આકાશ, નીચે સુનકાર ધરતી : કેમ ભુલાય એ દ્રશ્યો?
Next articleમર્યાદિત સંખ્યામાં હાજરી સાથે હોળી પ્રાગટ્ય કરવાની છૂટ આપતી સરકાર : ધુળેટીના તમામ જાહેર કાર્યક્રમોની મનાઇ