મનપાના ૧૭ વોર્ડ ઓફિસરને કારની લહાણી, દર મહિને ૫.૧૦ લાખનો ખર્ચ

8
કોરોના
કોરોના

રાજકોટ મનપાને કોરોના સમયમાં આવકમાં મોટું ગાબડું છતાં ખર્ચા યથાવત

સરકારી કચેરીઓમાં કોરોનાના પગલે ખર્ચ પર કાપ મૂકવાની રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના હોવા છતાં મનપાએ પોતાના ખોટા ખર્ચા બંધ કર્યા નથી. વોર્ડ ઓફિસરોને મ્યુનિ. કમિશનરે કારની ફાળવણી કરી છે. કાર આપવા પાછળનો મુખ્ય હેતુ જાહેર માર્ગો પર થતા દબાણો ન થાય, કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ સામાન્ય લોકો માટે ખુલ્લા રહે, શહેરમાં ગંદકી ન થાય સહિતના સુપરવિઝનની કામગીરીનો હતો, પરંતુ આ તમામ સમસ્યા તમામ વોર્ડમાં હજુ પણ પહેલા હતી તે મુજબ જ છે. ફેર માત્ર મનપાની તિજોરી પર વધારાના બોજનો પડ્યો છે.

પહેલા રૂ.૨૦૦૦નો પેટ્રોલ એલાઉન્સ પાછળ મનપાને ખર્ચ થતો તે હવે મહિને રૂ.૩૦ હજારનો ખર્ચ થઇ રહૃાો છે. રાજકોટ મહાનગરપાલિકાને કોરોના સમયમાં અપેક્ષા કરતા આવકમાં મોટું ગાબડું પડ્યું છે. આમ છતાં અનેક ખોટા ખર્ચાઓ હજુ પણ ચાલુ રહૃાા છે. કોરોનાના પગલે રાજ્યના નાણાં વિભાગે ખોટા ખર્ચાઓ બંધ કરવા પરિપત્ર પણ કર્યો છે, પરંતુ મનપાએ તેના ખર્ચ પર કોઇ કાપ મુક્યો નથી. વોર્ડ ઓફિસરોને મનપાએ કાર આપી છે.

અગાઉ આ ઓફિસરોને ૨૦૦૦ રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવતું હતું. કાર આપ્યા બાદ મનપાને એક અધિકારી પાછળ મહિને ૩૦ હજારથી વધુ રૂપિયાનો ખર્ચ થઇ રહૃાો છે. વોર્ડ ઓફિસર કક્ષાના અધિકારીઓને કાર આપી દેવાના પગલે મનપાને મહિને લાખો રૂપિયાનો ખોટા ખર્ચ થઇ રહૃાા છે.