મકાન ખાલી કરવાનું કહેતાં જ રાજકોટમાં સગાં દીકરાએ બાપની કરી હત્યા

10

રાજકોટના જૈતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પિતાએ પુત્રને મકાન ખાલી કરવાનું કહેતાં પુત્રએ મકાન ખાલી કરવાને બદલે દોરીથી ગળે ટૂંપો આપીને પિતાની હત્યા નીપજ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. મોટા ગુંદાળા ગામે રહેતા ખેડૂત મથુરભાઈ અમીપરાને પુત્ર સાથે બનતું ન હોય તેઓએ પોતાનું મકાન પુત્રને આપીને અલગ રહેતા હતા. જેમાં ગઈકાલે તેઓ પોતાના ઘરે આવી હવે પોતાને પણ અહીં રહેવું હોય તેમ પુત્રને કહેતાં પ્રથમ પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. પરંતુ પત્ર રાજેશ પિતાને સાથે રાખવા તૈયાર ન હોય પિતાએ મકાન ખાલી કરવાનું કહૃાું હતું.

પિતાએ કાળી મજૂરી કરીને બનાવેલ મકાન પર હક જમાવીને બેસેલાં પુત્રને મકાન ખાલી કરવું ન હોવાથી તે પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પુત્રએ ઘરમાંથી દોરી લઈ પિતાને ગળેટૂંપો આપી દીધો હતો. ગળેટૂંપો આપવાથી પિતા પગ પછાડી તડફવા લાગ્યા હતા. પરંતુ પુત્રને જરા પણ દયા ન આવી અને દોરી ખેંચી જ રાખતા પિતાના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. મિલ્કત માટે પિતાની હત્યા નિપજાવી પુત્ર ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.