મકરસંક્રાંતિ અકસ્માતની ઘટના અટકાવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બહાર પાડ્યુ જાહેરનામું

મકરસંક્રાંતિ અકસ્માતની ઘટના અટકાવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બહાર પાડ્યુ જાહેરનામું
મકરસંક્રાંતિ અકસ્માતની ઘટના અટકાવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બહાર પાડ્યુ જાહેરનામું
ઉતરાણ પર્વ નિમિતે અનેક પ્રકારે અકસ્માતની ઘટના બનતી હોવાથી જાહેર માર્ગ પર ઘાસચોરો નાખાવાની, ઉશ્કેરણીજનક લખાણ સાથેની પતંગ ચગાવવાની, હલકી ગુણવતાના તુક્કલ ઉડાવવા અને વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવાના પ્રયાસ દરમિયાન બનતી શોટ સર્કિટની ઘટના અટકાવવા પોલીસ કમિશનર દ્વારા તા.14 ડિસેમ્બરતી તા.16 જાન્યુઆરી દરમિયાન જહેરનામુ બહાર પાડી ગંભીર અકસ્માત થાય અને ટ્રાફિક અડચણ ઉભી થાય તે પ્રકારના તમામ કૃત્ય પર પ્રતિબંધ ફમાવતુ પોલીસ કમિરશન રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ ખાસ શાખાના પી.આઇ. એસ.એસ.રાણેની યાદીમાં જણાવ્યું છે.માર્ગો/રસ્તાઓ કે મકાનના ભયજનક ધાબા ઉપર ચડીને લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઇને વ્યક્તિઓની જાનનું જોખમ ઉભુ થવાની સંભાવના રહેલી છે. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતા હોય છે. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે. કેટલાક લોકો જાહેર માર્ગ રસ્તા ઉપર પતંગ ઉડાડતા હોય છે. તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી લઇને આમ-તેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફીક અવરોધ ઉભો કરતા હોય છે.

તેમજ રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન/ઇલેકટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ ધાતુના તારના લંગર નાખી ટેલીફોન/ઇલેકટ્રીક તારમાં ભરાયેલા પતંગ કાઢવાના પ્રયત્ન કરે, જેના કારણે ટેલીફોન/ઇલેકટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાથી શોર્ટસર્કિટના કારણે તથા શોર્ટસર્કિટના કારણે તાર તુટી જવાના કારણે અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે અને અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે. તેમજ આ પર્વના દિવસે શહેર વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય છે અને આમ જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાંખતા હોય છે. જેને અનુલક્ષીને જાહેર માર્ગો (રસ્તાઓ) ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફીક અવરોધ પેદા થતો હોય છે. ઘણાં લોકો પતંગ ઉડાડવા માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે.

Read National News : Click Here

આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યક્તિના શરીરના કોઇ ભાગમાં ઘસાવાથી શરીર ઉપર તિક્ષ્ણ કાપાઓ પડે છે. જેના કારણે શારીરીક ગંભીર ઇજાઓ થવાના અને કયારેક અંગો કપાય જવાના બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે. આ પર્વ નિમિત્તે રાજકોટ શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદર્શોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તીને નુકશાન થાય છે. જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર જાહેર હિતમાં પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here