ભુજમાં માતાના પ્રેમી ઉપર યુવાન પુત્રનો છરી વડે હુમલો

ખૂનની કોશિશ
ખૂનની કોશિશ

વિધુર પ્રેમી માટે મા એ પિતાને છૂટાછેડા આપવાના કરેલા નિર્ણયથી પુત્ર ગિન્નાયો

ભુજમાં મહાદેવ નાકા પાસે જાહેર માર્ગ ઉપર છરી વડે કરાયેલા હુમલાનો બનાવે ચકચાર સર્જી છે. હુમલાનો આ બનાવ પ્રૌઢ વયે પાંગરેલા પ્રેમના કારણે બનાવ બન્યો હતો.

આ બનાવમાં ઈજા પામનાર મહેશ જેઠાલાલ મકવાણાએ ભુજ એ ડિવિઝન પોલીસમાં લખાયેલ ફરિયાદ પ્રમાણે તેમના ઉપર તેમની પ્રેમિકાના પુત્ર હાર્દિકે હુમલો કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

પૂજારીનું કામ કરતા મહેશ જેઠાલાલ મકવાણા વિધુર છે અને તેમને માલવિકા હરેશ ચાવડા સાથે ઘણા સમયથી પ્રેમ સબંધ છે. બન્ને પ્રૌઢ પ્રેમી પ્રેમિકા સાથે ફરતા હોઈ અવારનવાર હાર્દિક તેમની સાથે ઝઘડો કરતો હતો.

Read About Weather here

દરમિયાન માલવિકાબેને પોતાના પતિથી છૂટાછેડા લઈને પ્રેમી મહેશભાઈ સાથે ઘર માંડવાનું નક્કી કર્યું. આ બાબતે તેઓ બન્ને લખાણ કરાવવા ગયા હતા ત્યારે હાર્દિકે ત્યાં ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here