જીવ દીધા પહેલા પરિવારજનોને ફોન કર્યા : 7 વર્ષના પુત્રે માની મમતા ગુમાવી3
ભુજને અડીને આવેલ માધાપર ગામની મહિલાએ પડોશી સાથેના રોજિંદા ઝઘડાથી કંટાળીને પોતાનો જીવ દઈ દેતાં અરેરાટી છવાઈ છે. 34 વર્ષીય મનીષા ચેતન જેઠી નામની પરિણીત મહિલાએ ભુજના હમીરસર તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતાં પહેલા તેણે પોતાના પરિવારજનોને ફોન કર્યા હતા. જેને પગલે પરિવારજનો તળાવે પહોંચ્યા હતા તેમ જ નગરપાલિકાની મદદથી શોધખોળ ચાલુ કરી હતી. 4 કલાક બાદ તેની લાશ મળી હતી.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here