ભાવનગરના ઉમરાળામાં ૬ યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. આ મામલે એક યુવકની લાશ મળી આવી છે જ્યારે બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે અને ૩ યુવકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાનાં પગલે નદૃીની આસપાસ ગ્રામજનો એકઠા થઇ ગયા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર નવઉમરાળા તાલુકાના ચોગઠ ગામે આ ઘટના બની છે. ચોગઠ નજીક પસાર થતી કાલુભાર નદૃીના પટમા ન્હાવા પડેલા ૬ યુવકી ડૂબ્યા હતા. આ તમામ યુવકો ૧૫ થી ૨૦ વર્ષના હોવાનું સામે આવી રહૃાું છે. આ મામલે ૧ યુવકની લાશ મળી આવી છે. જ્યારે હજુ અન્ય ૩ લોકો લાપતા છે.
ઘટનાની જાણ થતા જ મામલતદૃાર સહિતનો કાફલો ઘટના સ્થળે દૃોડી ગયો હતો. ભાવનગરથી ફાયરનો કાફલો બચાવ સામગ્રી સાથે રવાના થઇ ગયો છે. આ તમામ યુવકો ક્યાંના છે તે વિશે કોઇ માહિતી હજુ સુધી સામે આવી નથી.