ભાવનગર જિલ્લાના જેસર પાસે બે બાઇક સામ-સામી ટકરાતાં બેનાં મોત

ભાવનગરના જેસર નજીક આઇ.આઇ.ટી થી જેસર જવાના રસ્તે બે બાઇક સામસામી ધડાકાભેર અથડાતા બે વ્યક્તિનું મોત નિપજ્યુ છે જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થતા સારવાર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગે ઘટના સ્થળ પર હાજર જેસર છાપરીયાળી ખાતે રહેતા ભનુભાઇ ભુપતભાઇ મકવાણા તેમનુ મોટરસાઇકલ લઇને છાપરીયાળીથી જેસર વાડી તરફ જઇ રહૃાા હતા. સામેની બાજુ માતલપર ગામે રહેતા કાળાભાઇ મુળાભાઇ રાઠોડ, હરીભાઇ કાળાભાઇ રાઠોડ તથા પ્રેમજી કરશનભાઇ બાબરીયા ત્રીપલ સવારીમાં મોટરસાઇકલ પર પાલિતાણાથી સામાજીક કામ પતાવી જેસર આવી રહૃાા હતા ત્યારે બન્નેના બાઇક સામસામી ધડાકાભેર અથડાતા ભનુભાઇનું તથા કાળાભાઇનું મોત નિપજ્યુ છે જ્યારે હરીભાઇ અને પ્રેમજીભાઇને ઇજા થતા સારવાર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે જેસર પોલીસે બંને બાઈક સવારો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.