ભાવનગર જિલ્લામાં જુવાનજોધ દીકરાની ખૂદ પિતાએ જ લાકડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે જાણ થતાં તળાજા પોલીસે તપાસ તેજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, તળાજાના સાંકડાસર ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી છે. પિતા અને પુત્રને ઝઘડો થતાં પુત્રની હત્યા કરી નાંખી છે. ૨૧ વર્ષના ગોપાલની પિતાએ લાકડી માથાના ભાગે મારતા તેનું મોત થઈ ગયું હતું. પુત્ર ગોપાલ અસ્થિર મગજનો હોવાથી પિતા-પુત્ર વચ્ચે રકઝક થઈ હતી. રકઝક બાદ પિતાએ પુત્રને લાકડી ફટકરાતા તેનું મોત થયું હતું.
Home GUJARAT