ભાવનગરમાં ન્‍યુઝ પેપર એજન્‍ટ પ્રકાશભાઇ રેલીયાની ૩૦ હજારની ઉઘરાણીમાં હત્‍યા

જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
ભાવનગર શહેરના સુભાષનગરમાં રહેતા અને ડાયમંડ ચોકમાં પેપરની એજન્સી ધરાવતા અખબાર વિતરક પોતાની દુકાન તરફ ચાલીને જઈ રહ્યા હતા . ત્યારે શાશ્વત ફ્લેટના ખુણા પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સ અખબાર વિતરકને આંતરી છરીના ધડાધડ ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી પલાયન થઈ ગયા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે સીસી ટીવી કુટેજની મદદથી હત્યાના ગુનામાં તરૂણ સહિત બેને ઝડપી લીધા

રક્ત રંજીત બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત કમલ ફ્લેટમાં રહેતા અને ડાયમંડ ચોકમાં ઠક્કર ન્યુઝ એજન્સી ધરાવતા તેમજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડના નિવૃત કર્મચારી પ્રકાશભાઈ વ્રજલાલભાઈ રેલીયા  પોતાના ઘરેથી અખબારની એજન્સીએ આવા રહ્યા હતા . ત્યાર ડ શાશ્વત ફ્લેટના નાકા પાસે પહોંચતા બાઈક પર તિક્ષ્ણ હથીયારો સાથે ઘસી આવેલા બે શખ્સ અખબારી વિતરકને આંતરી જીવલેણ હુમલો કરી ધડાધડ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી બાઈક ઉપર ફરાર થઇ ગયા હતા. દરમિયાન સ્થાનિક લોકોએ 108 ને ફોન કરતા આવી પહોચી હતી . પરંતુ વિતરકે પોતાનો જીવ ગુમાવી દેતા પરત ફરી હતી.સરાજાહેર બનેલી લોહિયાળ ઘટનાના પગલે ભારે સનસનાટી મચી જવા પામી છે. અને પોલીસ કાફ્લો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો .

હત્યાનો બનાવ પૈસાની લેતી દેતીના મામલે ઘટવા પામ્યો હોવાનુ પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું . જ્યારે ખુની ખેલ ખેલી બે શખ્સો પલાયન થઈ ગયા હતા . જે બન્નેને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા છે.વહેલી સવારે લોકોની ચહલ પહલ વચ્ચે સરાજાહેર ખુની ખેલ ખેલાતા ભારે ચકચાર મચી જવા પામી હતી . અને ઘોઘારોડ પોસ્ટેના પીઆઈ સહીતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક પ્રકાશભાઈના મૃતદેહને પીએમ અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી . જ્યારે પોલીસે સ્થાનિક દુકાનોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા એક સીસીટીવી કેમેરામાં ખૂની ખેલ ખેલાત કેદ થવા પામ્યો હતો . જેમાં નિર્દયતાથી બે શખ્સ છરી જેવા હથીયારથી હુમલો કરી રહ્યાનું જોવા મળ્યું હતું.

Read National News : Click Here

રક્ત રંજીત ઘટના શિતળા માતાના મંદિર પાસે રહેતા મનસુખ શિયાળે કલર કામ રાખેલ જે કામ અધુરુ છોડી દેતા પ્રકાશભાઈએ 30 હજાર આપ્યા ન હતા . જેની અવાર નવાર ઉઘરાણી કરી આજે સવારે બન્ને શખ્સ છરીના જીવલેણ ઘા મારી ક્રુર હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે બનાવ અનુસંધાને ઘોઘારોડ પોલીસ હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી ફરાર હત્યારા શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી એક કાયદાના સંઘર્ષમાં રહેલા બાળ કિશોર જ્યારે મુખ્ય સુત્રધાર ઘનશ્યામનગરના મનસુખ ભાણાભાઈ શિયાળને દબોચી લઈ લોકઅપ હવાલે કરી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here