ભાવનગરના વૃદ્ધ દંપતિએ સૈનિકોની સુરક્ષા માટે કર્યું 1 કરોડનું દાન

11
defence-donation-bhavnagar-ભાવનગર
defence-donation-bhavnagar-ભાવનગર

Subscribe Saurashtra Kranti here

ભાવનગરના જનાર્દનભાઈ નાનપણથી જ આર.એસ.એસ સાથે સંકળાયેલા હતા

ભાવનગરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દેશની સુરક્ષા કાજે નેશનલ ડીફેન્સ ફંડમાં આજે ફરી ૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. બેંકના નિવૃત ક્લાર્ક જનાર્દનભાઈ ભટ્ટ અને તેના પત્ની પદ્માબેન દ્વારા રૂપિયા ૧ કરોડનો ચેક એડિશનલ ડી.આઈ.જી હસમુખ પટેલને અર્પણ કર્યો હતો. ૧ કરોડનું અનુદાન કરનાર જનાર્દનભાઈ ભટ્ટ દ્વારા સૈનિકોની સુરક્ષા અને દેશની સંરક્ષણ શક્તિ વધુ મજબુત બને તે માટે કરવામાં આવ્યું છે.

Read About Weather here

રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રભક્તિ એ લોહીમાં સાથે મળેલી શક્તિ છે. આ પ્રેમભાવના અને ભક્તિ ક્યારે જતાવવી તેનો કોઈ સમય નથી હોતો. ત્યારે ભાવનગરના એક ૮૪ વર્ષીય નિવૃત બેંક ક્લાર્કે એવુ કામ કર્યું છે જે યુવાનોને પણ શરમાવે. જનાર્દનભાઈ નાનપણથી જ આર.એસ.એસ સાથે સંકળાયેલા હતા. અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના પહેલેથી જ તેમના મનમાં હતા. આવા દિલેર રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ પોતાની મૂડીમાંથી અગાઉ પણ ૧ કરોડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરાવી હતી. ત્યારે આજે ફરી ૧ કરોડ રૂપિયાનો ચેક આપી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. જનાર્દનભાઈએ એડિશનલ ડી.આઈ.જી હસમુખ પટેલને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવારના નામે અર્પણ કર્યો હતો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleભરૂચમાં યુવા ભાજપનો નેતા મિત્રની પત્નીને ભગાડી જતા ચકચાર મચી
Next articleધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ જ રહેશે