ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ: ટિકિટ માટે મોદી સ્ટેડિયમમાં પડાપડી

20

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનાર ટી૨૦ મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહૃાા છે. અને અમદાવાદીઓ મેચ જોવા માટે ભારે ઉત્સુક છે. અને તેઓ ટિકિટ લેવા માટે પડાપડી કરી રહૃાા છે. મેચ માટેની ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થતાં જ મોટી સંખ્યામાં અમદાવાદીઓ મોદી સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા હતા. ભારે સંખ્યામાં લોકો એકઠાં થતાં પોલીસ બોલાવવી પડી હતી. અને પોલીસને પણ ભીડને કાબૂ કરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

હાલ રાજ્યમાં અને અમદાવાદમાં ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. નેતાઓની ભીડને આંખ બંધ કરીને બેસી રહેલું સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર ચૂંટણી પૂરી થતાં જ ફરી સક્રિય થઈ ગયું છે. મોદી સ્ટેડિયમમાં લોકો કોરોનાના નિયમોનું ભાન ભૂલીને મોટી સંખ્યામાં ટિકિટ લેવા માટે એકઠાં થઈ ગયા હતા.

જેને કારણે સોશિયસ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહૃાું છે. જેને કારણે સ્ટેડિયમ સંચાલકો દ્વારા ભીડને કાબૂમાં લેવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. જે બાદ પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવાની જરૂર પડી હતી. અને તમામ લોકોને કોરોનાનાં નિયમો પાળવા માટે સમજાવ્યા હતા.