ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાત આવશે

56

ઉવારસદ ખાતે આયોજિત સંઘની સમન્વય બેઠકમાં હાજરી આપશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમુખ જેપી નડ્ડા સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહૃાા છે. તેઓ ગાંધીનગરના ઉવારસદ ગામે આયોજિત સંઘની સમન્વય સભામાં હાજરી આપશે. આ બેઠકમાં હાજરી આપવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત શનિવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ પણ આ બેઠકમાં સામેલ થશે.

ગાંધીનગરના ઉવારસદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક પાંચથી સાત જાન્યુઆરી સુધી સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા મોહન ભાગવત ગુજરાતમાં સંઘની કામકાજની સ્થિતીની સમીક્ષા કરશે.

સંઘની ત્રણ દિવસની બેઠકમાં છેલ્લા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ સમન્વય બેઠકમાં હાજરી આપશે.