ભાજપ પ્રમુખ સી આર પાટીલ મજૂરા વિધાનસભાના બૂથ ૯૪ના એક પેજના પ્રમુખ બન્યા છે. સુરત શહેર સંગઠનની જાહેરાત થયા બાદ તમામ વિધાનસભા બેઠકો અને વોર્ડમાં પેજ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં એક પેજ સમિતિના પ્રમુખ તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતે છે. ભાજપ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલે આક્રમકતાથી કાર્યકરો વચ્ચે જઈને તેમનામાં જોશ ભરતા સંબોધનો કર્યા. પોતાના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસમાં તેમણે કાર્યકરોને સતત પક્ષ માટે કામ કરવા લોકોની વચ્ચે જવા કહૃાું. મિશન ૧૮૨ ને સાકાર કરવા માટે તેમણે પેજ સમિતિઓ પર ભાર મૂક્યો.
કાર્યકરોને તેમણે સમજાવ્યું કે, ૫ સભ્યોની પેજ સમિતિ પોતાની સોસાયટી કે બિલ્ડીંગમાં રહેતા લોકોનું મતદાન કરાવીને પેજ જીતે તો વિધાનસભા બેઠક જીતવી આસાન બની જાય છે. આમ દરેક કાર્યકર પક્ષના ઉમેદવારને જીતાડવા મહેનત કરે તો તમામ ૧૮૨ બેઠકો જીતી શકાય તેવા મિશન સાથે પાટીલ આગળ વધી રહૃાા છે. જિલ્લા-શહેર પ્રમુખોની નિયુક્તિઓ બાદ તેમણે જિલ્લા-શહેર સંગઠનો જાહેર કરવા પ્રમુખો સાથે વન ટુ વન બેઠકો કરી. જેમાં પ્રમુખોની પેજ સમિતિઓ બનાવવા પર ભાર મૂકવા કહૃાું.
જો પેજ સમિતિઓ હકીકતે બને તો જ ભાજપ તરફી પરિણામો લાવી શકાય અને એટલા માટે જ પ્રદેશ પ્રમુખે પોતે પેજ પ્રમુખ બનીને આ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સીઆર પાટીલ સતત માની રહૃાા છે કે, કોંગ્રેસને નબળી પાડવા કરતા ભાજપના કાર્યકરોના જોરે પક્ષને વધુ મજબૂત કરવો. આ માટે જ તેમણે કાર્યકરોને કરેલા સંબોધનમાં પણ આ ચેતવણી આપી હતી. સ્થાનિક સ્તરે પણ કોંગ્રેસ સાથે કોઈ ગઠજોડ ન થાય તેની તકેદારી રાખવા પણ જિલ્લા પ્રમુખોની આદેશ કર્યો છે.