ભાજપ પ્રદેશ સંગઠનનું માળખું જાહેર: ગોરધન ઝડફિયાને બનાવ્યા પ્રદેશ ઉપાધ્યક્ષ

61

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ સંગઠનનું માળખું જાહેર કર્યુ છે. નવા માળખામાં સાત નેતાઓને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે. ગોરધન ઝડફીયા, જયંતિ કવાડિયા, મહેન્દ્રિંસહ સરવૈયા, નંદાજી ઠાકોર, જનક બગદાણાવાળા અને વર્ષાબહેન દોશીને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે મહામંત્રી તરીકે પાંચ નેતાઓને સ્થાન મળ્યુ છે. રજની પટેલ, પ્રદીપિંસહ વાઘેલા, વિનોદ ચાવડાને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

નવા માળખામાં સરકાર અને સંગઠનમાં હોદ્દો નહી તે નીતિને અવગણવામાં આવી છે. પ્રદેશ મંત્રી તરીકે આઠ નેતાઓને સ્થાન મળ્યુ છે. જ્યારે કોષાધ્યક્ષ તરીકે સુરેન્દ્ર પટેલની નિયુક્તિ કરાઈ છે. સી.આર. પાટીલની નવી ટીમમાં ૪ મહામંત્રીઓને બદલાયા છે. મનસુખ મંડવીયા, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભારત સિંહ પરમારને પડતા મુકાયા છે.

આઇકે જાડેજા અને ભરત પંડ્યાને પડતા મુકાયા. ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરાયા. નવા માળખામાં કોષધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની પોસ્ટ બનાવાઈ. ભીખુ દલસાણિયાને બદલવા હાઈ કમાન્ડને રજુઆત કરાઈ હતી. જોકે, ભીખુ દલસાનિયા સંઘ પ્રમુખ મોહન ભગવાતની નજીકના નેતા છે. જોગાનુજોગ મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભીખુ દલસાણિયાને વધુ એક વખત રિપીટ કરાયા છે.